PM Modi US Visit: યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને શુક્રવારે (23 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લંચનું આયોજન કર્યું હતું. PM મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના રાજ્ય પ્રવાસ પર છે.


 






ભોજન સમારંભના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું,આ ભવ્ય સ્વાગત માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભારત-અમેરિકા સંબંધોની મધુર ધૂન આપણા લોકો વચ્ચેના સંબંધોથી બનેલી છે. પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ભારત સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો. પીએમે તેમના સંબોધન દરમિયાન કહ્યું, સૌ પ્રથમ, હું આ ભવ્ય સ્વાગત માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા બંને દ્વારા બોલાયેલા ઉષ્માભર્યા શબ્દો માટે પણ હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. રાજ્ય વિભાગમાં ફરી એકવાર તમારા બધાની વચ્ચે હાજર રહીને મારા માટે આનંદની વાત છે.


આ બધી મીટિંગમાં એક વાત કોમન હતી - પીએમ મોદી


પીએમ મોદીએ કહ્યું, છેલ્લા ત્રણ દિવસમાં મેં ઘણી મીટિંગમાં ભાગ લીધો, ઘણા વિષયો પર ચર્ચા કરી. આ બધી મીટિંગમાં એક વાત સામાન્ય હતી, બધા એકમત હતા કે ભારત અને અમેરિકાના લોકો વચ્ચે મિત્રતા અને સહયોગ વધુ ગાઢ બનવો જોઈએ. આ સંબંધોનું ઉદાહરણ આપણને દરેક પગલે જોવા મળે છે.


પીએમ મોદીએ કમલા હેરિસની માતાના ભારત કનેક્શનનો ઉલ્લેખ કર્યો


પીએમે કહ્યું, ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસની માતા ડૉ. શ્યામલા ગોપાલન 1958માં ભારતથી અમેરિકા આવ્યા હતી. તે સમયે મોટાભાગના લોકો પાસે ફોન નહોતા. તેથી જ તેની માતા તેના પરિવારના સભ્યોને હાથે લખીને પત્ર મોકલતી હતી. તેમણે ભારત સાથેના સંબંધોને કદી તૂટવા દીધા ન હતા, જીવંતતા જાળવી રાખી હતી. જે પણ માધ્યમ ઉપલબ્ધ હતું, તેણે તેનો સૌથી વધુ ઉપયોગ કર્યો. ભારતને તેના અમેરિકન જીવન સાથે સતત જોડવામાં વ્યસ્ત હતા. હજારો માઈલનું અંતર હોવા છતાં ભારત હંમેશા તેમની નજીક હતું. મેડમ વાઈસ પ્રેસિડેન્ટ, આજે તમે તેમની આ પ્રેરણાને નવી ઊંચાઈએ લઈ ગયા છો.