નવી દિલ્હીઃ એક 20 વર્ષની મહિલા એક જ સમયે 4 બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં રહે છે. મહિલા કોઈ એક પાર્ટનરથી પ્રેગ્નેન્ટ થઈ જાય છે અને તેનું કહેવું છે કે, પાંચેય (4 બોયફ્રેન્ડ અને તે) મળીને બાળકનો ઉછેર કરશે.

ધ સનના અહેવાલ અનુસાર, ટોરી ઓજેડા નામની મહિલા એ કહ્યું, ‘બાળકોનો ઉચેર કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.’ બ્રિટિશ મીડિયાએ મહિલા વિશે લખ્યું છે કે, તે એ કહેવતને નવી રીતે વ્યાખ્યાયિત કરી રહી છે કે, એક બાળકના ઉછેરમાં આખું ગામ જોતરાયું હતું.

ટોરી 3 બૉયફ્રેન્ડ સાથે અમેરિકાના ફ્લોરિડામાં જેકસનવિલાના ઘરમાં રહે છે. જ્યારે ચોથો બૉયફ્રેન્ડ અલગ રહે છે. તેમના કેટલાંક સંબંધીઓને આ સંબંધ પસેદ નથી. જોકે ટોરીનું કહેવું છે કે તેમના બધા જ મિત્રો તેના તમામ પાર્ટનર વિશે જાણે છે.

પહેલાં પાર્ટનર માર્ક (18) સાથે ટોરીની મુલાકાત હાઇ સ્કૂલમાં થઇ હતી. તેના બે મહિના બાદ ટ્રેવિસ (23) સાથે પણ મહિલા રિલેશનશિપમાં આવી ગઇ. તે બાદ ટોરી મ્યુચ્યુઅલ ફ્રેન્ડ એથન (22) અને ક્રિસ્ટોફર (22)ના પ્રેમમાં પડી. ક્રિસ્ટોફર જ થનાર બાળકનો પિતા છે. ટોરી ફેબ્રુઆરીમાં બાળકને જન્મ આપી શકે છે.

ટોરીએ જણાવ્યું કે પ્રેગનેન્સીના સમયના આધારે સંભવત: ક્રિસ્ટોફર જ બાળકનો બાયોલોજીકલ પિતા છે. પરંતુ જેવું હું વિચારી રહી છું, અમે બધા જ સાથે મળીને બાળકનો ઉછેર કરીશું. એટલે કે ચારેય બાળકના પિતા હશે.