Allu Arjun in New York : સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ગણતરી પહેલાથી જ સફળ કલાકારોમાં થતી હતી, પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી 'પુષ્પા'એ જાણે તેની લોકપ્રિયતાને અલગ જ સ્ટેન્ડ આપ્યો હતો. અલ્લુ અર્જુનની જોરદાર ફેન ફોલોઈંગ હવે દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. આની એક ઝલક તાજેતરમાં જોવા મળી હતી જ્યારે અલ્લુ અર્જુન તેની પત્ની સ્નેહા રેડ્ડી સાથે ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં સામેલ થયો હતો. જ્યાં અલ્લુને જોવા ચાહકો એકઠા થયા હતા.


ન્યુયોર્કમાં અલ્લુ અર્જુનનો દમદાર અંદાજ
ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું છે. આમાંથી એક વીડિયો એવો છે કે જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. 


વીડિયોમાં અલ્લુ અર્જુન કંઈક એવું કરતો જોવા મળી રહ્યો છે જેને જોઈને તમે ગર્વ અનુભવશો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અલ્લુ અર્જુન તેની પત્ની સાથે સ્ટેજ પર ઉભો છે અને તેની સાથે વધુ લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે અર્જુન ભારતનો ત્રિરંગો હાથમાં લે છે અને પુષ્પા શૈલીમાં કહે છે, “યે ભારત કા તિરંગા હૈં, કભી ઝુકેગા નહીં”






અલ્લુ અર્જુનને જોવા માટે સેંકડો લોકો આવ્યા
અલ્લુએ  પત્ની સ્નેહા રેડ્ડી સાથે પરેડમાં હાજરી આપી હતી જ્યાં તેને ગ્રાન્ડ માર્શલનું બિરુદ આપવામાં આવ્યું હતું. અલ્લુનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેની પત્ની સાથે જીપમાં જોવા મળી રહ્યો છે અને તેના હાથમાં ત્રિરંગો જોવા મળી રહ્યો છે. અલ્લુ સફેદ સૂટમાં ડેશિંગ લાગે છે, જ્યારે સ્નેહા પીળા સૂટમાં સુંદર લાગી રહી છે.






વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પુષ્પાની જબરદસ્ત સફળતા બાદ અલ્લુ હવે તેના બીજા ભાગની તૈયારીમાં વ્યસ્ત છે.