Putin welcomes PM Modi: રશિયાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જોરદાર સ્વાગત કર્યું. મોડી રાત્રે ડિનર દરમિયાન જ્યારે બંને નેતાઓ મળ્યા ત્યારે રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને ગળે લગાવ્યા. સામાન્ય રીતે પુતિન કોઈ નેતા માટે આવું કરતા નથી. તેમને અત્યંત ખાનગી માનવામાં આવે છે. ઘણી વખત તો તેઓ રાષ્ટ્રાધ્યક્ષોને મળતી વખતે ઘણું અંતર રાખે છે. પરંતુ PM મોદી સાથે તેમની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી.
મોદી સાથેની મુલાકાતમાં રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, ભારત અર્થવ્યવસ્થાના મામલામાં ત્રીજા સ્થાને છે અને વસ્તીના મામલામાં સૌથી મોટું છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતમાં દર વર્ષે 23 મિલિયન બાળકો જન્મે છે. એનો અર્થ એ છે કે ભારતીયો પોતાના ભવિષ્ય માટે યોજના બનાવે છે. એનો અર્થ એ છે કે ભારતીયો પોતાના ભવિષ્યને લઈને સુરક્ષિત છે... હું તમને જોઈને ખૂબ ખુશ છું. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું, તમારું જીવન લોકોને સમર્પિત છે.
આ પર PM મોદીએ કહ્યું, મિત્રના ઘરે આવવું હંમેશા સારું હોય છે. તમે મને જમવા આમંત્રિત કર્યો અને સાથે વાતો કરવા બોલાવ્યો. તાજેતરમાં ભારતમાં અત્યંત મહત્વપૂર્ણ ચૂંટણીઓ થઈ. 65 કરોડ લોકોએ મતદાન કર્યું. પંડિત જવાહરલાલ નેહરુ પછી લગભગ 60 વર્ષ બાદ કોઈ સરકાર સતત ત્રીજી વખત જીતીને આવી. મને મારા દેશના લોકોએ આશીર્વાદ આપ્યા છે.
પીએમ મોદીએ આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ચા પીધી હતી. હું તમને જોઈને ખૂબ જ ખુશ છું.