Russian Nuclear Weapons : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા બેલારુસમાં પરમાણુ શસ્ત્રો તૈનાત કરવાની જાહેરાત બાદથી પશ્ચિમી જગત સહિત દુનિયા આખીમાં હલચલ મચી ગઈ છે. 90ના દાયકા બાદ પહેલી વાર એવુ બનવા જઈ રહ્યું છે, જ્યારે રશિયા પોતાના પરમાણુ હથિયારોને દેશની બહાર તૈનાત કરશે. પુતિને સ્પષ્ટ કર્યું છે કે, બેલારુસમાં પરમાણુ હથિયારોની દેખરેખ રશિયન સૈનિકોના હાથમાં રહેશે. તેનાથી પરમાણુ અપ્રસાર કરારનું ઉલ્લંઘન થતું નથી. તેમણે અમેરિકા દ્વારા વિશ્વભરના દેશોમાં તેના પરમાણુ હથિયારો તૈનાત કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જોકે પુતિનનો આ સિક્રેટ પરમાણું પ્લાન સામે આવી ગયો છે.
આ મામલે નિષ્ણાતોનું માનવું છે કે, પુતિન હવે જાણીજોઈને યુક્રેન યુદ્ધના 1 વર્ષ પૂરા થયા બાદ પરમાણુ હથિયારોની જમાવટની વાત કરી રહ્યા છે. તેમનો પ્રયાસ યુક્રેનમાં રશિયન સેનાની નિષ્ફળતાના કારણે સર્જાયેલા વાતાવરણને બદલવાનો અને રશિયાના લોકોમાં પોતાની છબી સુધારવાનો છે.
પુતિન વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે
રશિયન બાબતોના નિષ્ણાત અમેરિકન પત્રકાર જીલ ડોગર્ટીનું માનવું છે કે, પુતિન ફેબ્રુઆરી 2022માં જ્યાંથી યુક્રેન પર આક્રમણ કર્યું હતું તે સ્થળે પરમાણુ હથિયારો તૈનાત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે પુતિન પરમાણુ શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે આખી દુનિયા તેના પર ધ્યાન આપે છે. પુતિન કોઈ પણ કામ કોઈ હેતુ વગર કરતા નથી. તેમની આ જાહેરાત પાછળ એક મોટું કારણ છે. પુતિન જે શસ્ત્રો બેલારુસમાં જમાવવાની યોજના ધરાવે છે તે વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો નથી. પુતિન વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો હોવાનો દાવો કરી શકે છે, પરંતુ તે વાસ્તવમાં બેલારુસને વિશાળ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલો મોકલવા જઇ રહ્યો છે. આ મિસાઈલો એક જ વારમાં પૃથ્વી પરથી જીવનને ખતમ કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.
યુક્રેનમાં નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ
વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો નાના છે, પરંતુ તેમની મારવાની ક્ષમતા ખૂબ જ સચોટ અને અસરકારક છે. તેનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં દુશ્મન પર એક સરશાઈ મેળવવા માટે થાય છે. પુતિન છેલ્લા એક વર્ષથી પરમાણુ યુદ્ધની સંભાવનાને ધમકી આપી રહ્યા છે. ખાસ કરીને યુક્રેનમાં રશિયાનું સૈન્ય ઓપરેશન અટવાયું છે ત્યારથી. પુતિનની તાજેતરની જાહેરાત પરથી સમજી શકાય છે કે, રશિયા એક સાથે અનેક સમસ્યાઓમાં ફસાયું છે. રશિયન સેના યુક્રેનિયન શહેરો પર હવાથી બોમ્બમારો કરી રહી છે, પરંતુ જમીની યુદ્ધમાં વધુ પ્રગતિ કરી રહી નથી.
ચીને રશિયાને ખુલ્લેઆમ ના કરી મદદ
જીલ ડોગર્ટી માને છે કે, ચીન સાથેના નવા વેપાર કરારો સિવાય પુતિનને શી જિનપિંગ સાથેની સમિટથી બહુ ફાયદો થયો નથી. કોઈ પણ સંજોગોમાં રશિયા હવે ચીનના નાના ભાગીદાર જેવું દેખાવા લાગ્યું છે. આ એ જ રશિયા છે જેણે એક સમયે ચીનને ગરીબીમાંથી બહાર કાઢ્યું હતું અને ચીનના લોકો તેના આપેલા પૈસાથી જીવતા હતા. ચીનની આઝાદી પછી માઓના સમર્થકો કહેતા હતા કે, આજનું રશિયા આવતીકાલનું ચીન છે. માઓ ઝેડોંગ તેમના જીવનમાં માત્ર બે વખત ચીનથી બહાર ગયા અને બંને વખત રશિયા પહોંચ્યા હતાં. પ્રથમ વખત સ્ટાલિને જેમને રશિયન સરમુખત્યાર કહેવામાં આવે છે, તેમણે માઓ ઝેડોંગને મોસ્કોની બહારની હોટલમાં રોકી રાખીને તેમને મળવા માટે અઠવાડિયા સુધી રાહ જોવડાવી હતી. આવી સ્થિતિમાં ચીન હવે તેનો બદલો લઈ રહ્યું છે.
પુતિન બ્રિટનના હથિયારોને લઈ લાલઘુમ
પુતિને દાવો કર્યો છે કે, તેમણે બ્રિટનથી યુક્રેનમાં મોકલવામાં આવતા એન્ટી ટેન્ક દારૂગોળા સામે બેલારુસમાં પરમાણુ હથિયારો તૈનાત કરવાની જાહેરાત કરી છે. તેમનો દાવો છે કે, આ દારૂગોળામાં ઓછી માત્રામાં યુરેનિયમ છે. પુતિનનો આરોપ છે કે, આ એક ખતરનાક ડેવલપમેંટ છે. બ્રિટને આ વાતને નકારી કાઢી છે અને દાવો કર્યો છે કે, દારૂગોળો માત્ર પરંપરાગત હેતુઓ માટે જ વપરાય છે. પુતિન કહે છે કે, રશિયા પહેલેથી જ વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો માટે સ્ટોરેજ સુવિધા બનાવી રહ્યું છે, જે જુલાઈ સુધીમાં તૈયાર થઈ જશે. જો કે, તેમણે હથિયારોની જમાવટ માટે કોઈ સમયમર્યાદા આપી નથી.
રશિયા બેલારુસમાં પરમાણુ શસ્ત્રો પર નજર રાખશે
રશિયા પાસે પહેલાથી જ 10 બોમ્બર છે, જે પરમાણુ હથિયારોથી હુમલો કરી શકે છે. તેની સાથે જ ટૂંકા અંતરની ઈસ્કન્દર મિસાઈલ સિસ્ટમ પણ છે જે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. પુતિનનો દાવો છે કે, તેમણે આ નિર્ણય બેલારુસિયન રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોની અપીલ બાદ લીધો છે. તેમણે કહ્યું છે કે, તેઓ બેલારુસને પરમાણુ હથિયારો નહીં સોંપે, પરંતુ તેને રશિયન સૈન્યના હાથમાં જ રાખવામાં આવશે.
Putin : પુતિનનો ખતરનાક પ્લાન, એક કાંકરે અનેક પક્ષીનો પાડ્યો ખેલ
gujarati.abplive.com
Updated at:
27 Mar 2023 08:53 PM (IST)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા બેલારુસમાં પરમાણુ શસ્ત્રો તૈનાત કરવાની જાહેરાત બાદથી પશ્ચિમી જગત સહિત દુનિયા આખીમાં હલચલ મચી ગઈ છે.
પ્રતિકાત્મક તસવીર
NEXT
PREV
Published at:
27 Mar 2023 08:53 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -