Good News for Indians : સંયુક્ત અરબ અમીરાતમાં રહેતા અને ફરવા જવા માંગતા ભારતીયો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. UAEની રાષ્ટ્રીય એરલાઇન એતિહાદ એરવેઝે યુનાઇટેડ આરબ અમીરાતના રહેવાસીઓ માટે સેલની જાહેરાત કરી છે જેઓ ઉનાળા દરમિયાન મુસાફરી કરવા માંગે છે. એરલાઇન અબુ ધાબીથી કોલકાતા, કૈરો, મનિલા, સિંગાપોર, પેરિસ અને લંડન સહિતના અનેક સ્થળો માટે ઇકોનોમી ક્લાસ ભાડાની સ્પેશિયલ રેંજબી ઓફર કરી રહી છે.  



જેમાં રિટર્ન ટિકિટનો પણ સમાવેશ થાય છે. જાહેર છે કે, UAEથી ભારતનો પ્રવાસ રૂટ સૌથી વ્યસ્ત હવાઈ માર્ગ છે. કારણ કે લાખો ભારતીયો અમીરાતમાં રહે છે અને કામ કરી રહ્યાં છે.

એતિહાદ એરવેઝે અબુ ધાબી અને કોલકાતા વચ્ચેની દૈનિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી છે, જે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અઠવાડિયામાં કુલ સાત નોન-સ્ટોપ સેવાઓને લઈ જાય છે. મુસાફરો સ્પેશિયલ સેલ હેઠળના ભાડા પર 31 માર્ચ, 2023 સુધી તેમની ફ્લાઇટ બુક કરાવી શકે છે. 1લી મેથી 15મી જૂન 2023 સુધી યાત્રા કરી શકાશે. અબુ ધાબીથી કોલકાતા સુધીની મુસાફરી રિટર્ન ટિકીટ સાથે 995 દિરહામ (INR 22,315)થી શરૂ થાય છે.

અન્ય રૂટ માટે ભાડું શું?

કાહિરા માટે ટિકિટ 2395 દિરહામ (INR 53715), સિંગાપોરથી 2595 દિરહામ (INR 58200), મનીલાથી 2495 દિરહામ (INR 55958), પેરિસ અને લંડન માટે 2795 (INR 62686) શરૂ થાય છે. એતિહાદ એરવેઝના ચીફ રેવન્યૂ ઓફિસર એરિક ડે એ કહ્યું હતું કે, અમે તાજેતરમાં જ સેલિબ્રેટરી ફ્લેશ સેલમાં ગરમી પહેલા લોકોને સ્પેશિયલ ઓફર આપીને ખુશ છીએ. અમે જાણીએ છીએ કે, ઘણા લોકો ભવિષ્યને લઈને ઉત્સુક છે. તેથી અમે યુરોપ, મધ્ય પૂર્વ અને એશિયામાં અમારા ગ્રાહકોને સ્પેશિયલ ઑફર આપવાનો નિર્ણય લીધો છે.

UAE અને ભારત વચ્ચે એરક્રાફ્ટની માંગ વધી

આ સમર સેલ સાથે એતિહાદ એરવેઝનો ઉદ્દેશ્ય UAEના રહેવાસીઓને તેમના વ્યસ્ત જીવનમાંથી વિરામ લેવા અને નવા સ્થળોની શોધખોળ કરવા પ્રોત્સાહિત કરવાનો છે, એમ એરલાઈને જણાવ્યું હતું. એરલાઇનનો હેતુ લોકોને તેમને પોસાય તેવા બજેટમાં મુસાફરી કરાવવાનો છે. ઉનાળાની શરૂઆત સાથે જ ભારત અને UAE વચ્ચે હવાઈ મુસાફરીની માંગ વધી છે.  ત્યારે UAE તરફથી લેવામાં આવેલો આ નિર્ણય ભારતીયો માટે ખુબ જ લાભદાયક સાબિત થઈ શકે છે.