Heatwave in Spain: આજકાલ સ્પેન (Spain) પશ્ચિમી યુરોપ (Western Europe)ના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર ગરમી પડી રહી છે. આ હીટવેવ (Heat Wave)ની ઝપેટમાં સ્પેન પણ આવી ગયુ છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, આ બધાની વચ્ચે જાણકારી મળી રહી છે કે સ્પેનમાં છેલ્લા 10 દિવસમાં ભયંકર ગરમીના કારણે 500થી વધુ લોકોના મોત થઇ ગયા છે.
ખરેખરમાં, પશ્ચિમી યુરોપના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની અસર આજકાલ સ્પેનમાં જોવા મળી રહી છે. જેના કારણે સ્પેનમાં ગયા અઠવાડિયાએ કેટલાય વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયુ છે. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજ (Prime Minister Pedro Sanchez)એ બુધવારે જાણકારી આપી છે કે સ્પેનમાં 10 દિવસની ભીષણ ગરમી દરમિયાન 500 થી વધુ લોકો મોતનો ભેટી ચૂક્યા છે, જે દેશમાં અત્યાર સુધી નોંધાયેલી સૌથી વધુમાંની એક છે.
500થી વધુ લોકો ગુમાવ્યા જીવ -
પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજે સ્પેનમાં ભીષણ ગરમીથી થયેલા મોત પર કાર્લોસ III સ્વાસ્થ્ય સંસ્થા તરફથી જાહેર કરવામા આવેલા આંકડાનો હવાલો આપ્યો છે. હાલમાં સંસ્થાનુ કહેવુ છે કે આ આંકડા એક સાંખ્યિકીય અનુમાન છે, ના કે અધિકારિક મોતના આંકડા છે.
આ પણ વાંચો..
Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો
Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ