કાબુલ: તાલિબાનની અંદરોઅંદરની લડાઈ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ છે કે તાલિબાન નેતા મુલ્લા બરાદારને બંધક બનાવવામાં આવ્યા છે. જ્યારે તાલિબાનના સર્વોચ્ચ નેતા કહેવાતા હૈબતુલ્લા અખુંદઝાદાના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્તા માટે ચાલી રહેલા સંઘર્ષમાં મુલ્લા બરાદારને બંધક બનાવવામાં આવ્યા હતા જ્યારે આ દરમિયાન હૈબતુલ્લા અખુંદઝાદાનું મૃત્યુ થયું હતું. જો કે, હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


યુકે મેગેઝિને જાહેર કર્યું


એક બ્રિટિશ મેગેઝિન ધ સ્પેક્ટેટરે તેના અહેવાલમાં જણાવે છે કે, સત્તાની લડાઈ માટેને ઘર્ષણમાં તાલિબાન નેતા અને અફઘાનિસ્તાનના નાયબ વડા પ્રધાન મુલ્લા બરાદાર અને તેના સર્વોચ્ચ નેતા હૈબતુલ્લાહ ઘાયલ થયા છે. અહેવાલ મુજબ સત્તા માટે હક્કાની નેટવર્ક સાથે સંઘર્ષ થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હક્કાની નેટવર્કના નેતાઓ આ સંઘર્ષમાં વિજયી થયા હતા. મેગેઝિનમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પણ હક્કાની નેટવર્કને સપોર્ટ કરી રહી હતી.


તાલિબાનના સુપ્રીમ લીડરનો કોઈ અતોપતો નથી


હૈબતુલ્લાહ વિશે ધ સ્પેક્ટેટર મેગેઝિને કહ્યું છે કે તાલિબાનના સુપ્રીમ લીડર હજુ સુધી ક્યાં છે તે જાણી શકાયું નથી. મેગેઝિને લખ્યું છે કે, "હૈબતુલ્લાને કેટલાક સમયથી ન તો જોવામાં આવ્યો છે અને ન તો સાંભળવામાં આવ્યો છે. ઘણી અફવાઓ છે કે તે મૃત્યુ પામ્યો છે." જો કે અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે તાલિબાનનો મુખ્ય ચહેરો મુલ્લા અબ્દુલ ગની બરાદરને સત્તાથી દૂર કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવતું હતું કે દેશની કમાન મુલ્લા બારાદારને સોંપવામાં આવશે, પરંતુ આવું થઈ શક્યું નહીં.


અમેરિકા અને ઘણા દેશોને અપેક્ષા હતી કે દેશની કમાન મુલ્લા બરાદરને તેમને સોંપી દેવામાં આવશે, પરંતુ આવું થઈ શક્યું નહીં. આખરે મુલ્લા મોહમ્મદ હસન અખુંઝાદાને અફઘાનિસ્તાનના રખેવાળ વડા પ્રધાન બનાવવામાં આવ્યા. એવી દલીલ કરવામાં આવી હતી કે મુલ્લા બરાદર અમેરિકાના દબાણ હેઠળ આવી શકે છે અને આવનારા સમયમાં આ જૂથ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.