Riders Stuck Video: દુનિયાભરમાં એવી કેટલાય જગ્યાઓ છે, જ્યાં તમને રોમાંચ મળી શકે છે, પરંતુ આ બધાની વચ્ચે એવા લોકોની જરાય અછત નથી જે સાહસની શોધમાં હદથી વધુ આગળ જાય છે. આવા લોકોની તસવીરો અને વીડિયો અવારનવાર સોશ્યલ પર વાયરલ થતા રહે છે. પરંતુ આવું બૉલ્ડ, ડેન્જરસ કામ કરવું ક્યારેક લોકોને જીવથી પણ મોંઘુ પડી જાય છે. સ્ટંટ દરમિયાન ભૂતકાળમાં કેટલીય વિચિત્ર અને ડરામણી ઘટનાઓ બની છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં રૉલર કૉસ્ટર રાઈડની આકાશમાં વચ્ચે જ અટકી ગઈ છે. આ જોઇને કોઇનો પણ જીવ અધ્ધર થઇ જશે. જુઓ..... 


આ વીડિયો ટ્વીટર પર @SashaWhite પેજ પર શેર કરવામાં આવ્યો છે. તમે પણ અનેકવાર રૉલર કૉસ્ટર રાઈડ પર ગયા હશો, પરંતુ વિચારો કે આ સફરની વચ્ચે તમે ક્યારેય ફસાઈ જાવ તો ? આવું વિચારતા જ હૃદય ડૂબી જાય છે, પરંતુ આવી ઘટના હમણાં જ અમેરિકામાં બની છે. આનો વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક મોટો ચાલી રહ્યો છે. તેની સાથે જોડાયેલા રૉલર કૉસ્ટર પર કેટલાય લોકો સવારી કરી રહ્યા છે. પરંતુ રૉલર કૉસ્ટર અધવચ્ચે જ અટકી ગયું છે, કારણ કે તે તૂટી ગયું છે, જેના કારણે તેમાં બેઠેલા અનેક લોકો કલાકો સુધી અટવાયા હતા. આ ઘટના રવિવારે વિસ્કોન્સિનના ક્રેન્ડૉનમાં ફૉરેસ્ટ કાઉન્ટી ફેસ્ટિવલ દરમિયાન બની હતી, આ ઘટના બાદ તમામ લોકો ડરી ગયા હતા. 






લોકો કલાકો સુધી હવામાં લટક્યા  - 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૉલર કૉસ્ટરમાં ખામીને કારણે 7 બાળકો સહિત કુલ 8 લોકોને લગભગ ત્રણ કલાક સુધી હવામાં ઉંધા લટકતા રહેવું પડ્યું હતું. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી એક ક્લિપમાં લોકો અટકી ગયેલા રૉલર કૉસ્ટરથી લટકતા જોઈ શકાય છે. 43 સેકન્ડ લાંબો આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં છવાયેલો છે. આ વીડિયોને કેટલાય પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ફાયર વિભાગે ભારે મથામણ બાદ લોકોને બહાર કાઢ્યા હતા. 


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial