Russia Ukraine War: આજે સતત પાંચમા દિવસે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન યુરોપિયન દેશોના નિર્ણય પર રશિયાએ જવાબી કાર્યવાહી કરી છે. મોસ્કોએ બ્રિટન અને જર્મની સહિત 36 દેશો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ દેશોએ રશિયા પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. યુરોપિયન યુનિયન રશિયન એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરવા માટે સંમત થયા છે. આ કારણોસર રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તેમની જીનીવા મુલાકાત રદ કરવી પડી હતી. લવરોવા યુએનની બેઠકમાં ભાગ લેવાના હતા.


યુરોપિયન યુનિયને યુક્રેનને મોકલવા માટેના શસ્ત્રો પર લાખો યુરો ખર્ચ્યા છે, અને સાથે સાથે ક્રેમલિન તરફી મીડિયા સંગઠનને નિશાન બનાવ્યું છે. તે જ સમયે, યુએસ ટ્રેઝરી વિભાગે સોમવારે કહ્યું કે રશિયાની કેન્દ્રીય બેંક અને સરકારી રોકાણ ભંડોળ પર નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.


એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, જાપાન, યુરોપિયન યુનિયન અને અન્ય દેશ અમેરિકા સાથે મળી પ્રતિબંધોના માધ્યમથી રશિયાની સેન્ટ્રલ બેંકને  નિશાન બનાવી રહ્યા છે. નાણા વિભાગના જણાવ્યા અનુસાર, આ પગલાથી, રશિયન કેન્દ્રીય બેંક અમેરિકા અથવા કોઈપણ અમેરિકન એકમ પાસેથી કોઈ ભંડોળ એકત્ર કરી શકશે નહીં.


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોમવારે બેલારુસમાં બંને દેશો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં યુક્રેને રશિયા પાસેથી તાત્કાલિક યુદ્ધ બંધ કરવા અને સેના પાછી ખેંચવાની માંગ ઉઠાવી હતી. યુનાઈટેડ નેશન્સનું કહેવું છે કે યુદ્ધના કારણે અડધા મિલિયનથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે. યુએનનું કહેવું છે કે રશિયન હુમલામાં 102 નાગરિકોના મોત થયા છે.


યુક્રેન પર સતત રશિયન હુમલો ચાલુ છે,  બંને દેશોની સેના આમને-સામને છે. આ દરમિયાન સમજૂતીની વાતો પણ થઈ રહી છે. પરંતુ અત્યારે રશિયા હુમલો રોકવા તૈયાર નથી. રશિયાના આ હુમલામાં અત્યાર સુધીમાં અનેક સામાન્ય લોકોના જીવ ગયા છે. હવે યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ વતી કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે.