રશિયાએ યુક્રેન પર સૌથી મોટો મિસાઈલ હુમલો કર્યો હોવાના સમાચાર છે.  રશિયન મિસાઈલ હુમલાએ કથિત રીતે ઓડેસા, કિવ અને યુક્રેનના અન્ય વિસ્તારોમાં અનેક ઈમારતોને નિશાન બનાવી હતી. BNO ન્યૂઝ મુજબ, યુક્રેન પર રશિયન મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને 70 થી વધુ લોકો ઘાયલ થયા છે.










રશિયન મિસાઇલો દ્વારા ઓડેસા અને કિવમાં અપાર્ટમેન્ટ બિલ્ડીંગોને નિશાન બનાવતા અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.


રશિયા-યુક્રેન યુદ્ધ 24 ફેબ્રુઆરી 2022 ના રોજ શરૂ થયું હોવા છતાં, યુદ્ધ ચાલુ રહ્યું અને વર્ષ 2023 માં એક વર્ષ પૂર્ણ થયું. આ સમયગાળા દરમિયાન, રશિયા અને યુક્રેનના લાખો સૈનિકો મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ઘાયલ થયા. હાલની સ્થિતિને જોતા એવું લાગે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થવાના આરે નથી. 


અમેરિકાના એક અખબારના અહેવાલ અનુસાર રશિયાના બે પૂર્વ અધિકારીઓને પુતિનના પ્રતિનિધિઓએ સંદેશો મોકલીને યુધ્ધ વિરામની ઈચ્છા વ્યક્ત કરી છે. પુતિને તો એક વર્ષ પહેલા 2022માં પણ યુધ્ધ વિરામ કરવા માટેનો મેસેજ મોકલ્યો હતો અને ફરી પુતિને સંદેશો મોકલીને કહ્યું હતું  કે, રશિયા દ્વારા કબજો કરવામાં આવેલા વિસ્તારથી તેમને સંતોષ છે અને હાલની સ્થિતિમાં તેઓ સીઝ ફાયર માટે તૈયાર છે.    


જોકે યુધ્ધ વિરામ થાય તો રશિયાએ જે વિસ્તારો પર કબજો  જમાવ્યો છે તે યુક્રેનને પાછા મળશે કે નહીં તે બાબતનો કોઈ ઉલ્લેખ આ અહેવાલમાં કરવામાં આવ્યો નથી. સાથે-સાથે એવુ પણ કહેવાયુ છે કે , યુધ્ધ વિરામ અંગે યુક્રેન દ્વારા બહુ જલ્દી કોઈ ઉત્તર આપવામાં નહીં આવે તો પુતિન પોતાનુ મન બદલી પણ શકે છે.


બીજી તરફ અત્યાર સુધી યુક્રેનને અબજો ડોલરની મદદ કરનારા અમેરિકામાં પણ યુધ્ધ વિરામ થવો જોઈએ તેવા સૂર ઉઠી રહ્યા છે અને અમેરિકા દ્વારા અપાઈ રહેલી નાણાકીય સવાલો પર પણ સવાલો ઉઠવા માંડ્યા છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial