નવી દિલ્હીઃ કોરોના વાયરસ પર હવે દુનિયાને ગુડ ન્યૂઝ મળી રહ્યાં છે. રશિયાએ કોરોના વાયરસ વેક્સિન પર પોતાનુ કામ પુરુ કરી લીધુ છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશકોએ જાહેરાત કરી છે કે રશિયાએ વર્ષના ઓક્ટોબર મહિનામાં મોટાપાયે કોરોના વાયરસના વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરશે. તેમને કહ્યું કે, વેક્સિનેશન દરમિયાન ચિકિત્સાકર્મીઓ અને શિક્ષકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

રશિયાએ કોરોના વાયરસની દવા તૈયાર કરી લીધી છે. રશિયા પોતાના એક્સપેરિમેન્ટલ કોરોના વાયરસની 3 કરોડ ડૉઝ દેશણમાં બનાવીને તૈયાર કરી લીધા છે. એટલુ જ નહીં મોસ્કોનો ઇરાદો વિદેશમાં પણ આ વેક્સિનના 17 કરોડ ડૉઝ બનાવવાનો છે. રશિયા ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડના હેડ કિરિલ દિમિત્રીવે જણાવ્યુ કે, આ અઠવાડિયા સુધી એક મહિનામાં 38 લોકો પર આનો પહેલો ટ્રાયલ ચાલ્યો હતો, જે પુરો થઇ ગયો છે. રિસર્ચમાં આ વેક્સિન સફળ અને સુરક્ષિત રહી છે. આગામી મહિને આને રશિયા અને સપ્ટેમ્બરમાં બીજા દેશોમાં આનુ અપ્રૂવલ મળ્યાની સાથે જ આના ઉત્પાદન પર કામ શરૂ થઇ જશે.



મલેઇ સેન્ટરના હેડ એલેકઝેન્ડર જિન્ટ્સબર્ગે સરકારી ન્યૂઝ એજન્સી TASSએ જણાવ્યુ કે, તેમને આશા છે કે વેક્સિન 12 થી 14 ઓગસ્ટની વચ્ચે સિવિલ સર્ક્યૂલેશનમાં આવી જશે. એલેક્ઝેન્ડર અનુસાર પ્રાઇવેટ કંપનીઓ સપ્ટેમ્બરમાં વેક્સિનને મોટા પાયે પ્રૉડક્શન શરૂ કરી દેશે. ગમલેઇ સેન્ટર અનુસાર, વેક્સિન હ્યૂમન ટ્રાયલમાં પુરેપુરી સેફ સાબિત થઇ છે.



ઉલ્લેખનીય છે કે આ પહેલા અમેરિકન કંપની Moderna Inc એ પણ કોરોના વેક્સિન પર ટ્રાયલ કર્યુ હતુ, તે પણ પુરેપુરુ સફળ રહ્યું હતુ. એટલુ જ નહીં કોરોના વાયરસ વેક્સિન બનાવવા માટે Oxford યુનિવર્સિટીમાં પણ ટ્રાયલ શરૂ થયા છે.