Russia Ukraine War: રશિયા (Russia)ના યૂક્રેન (Ukraine) પરના હુમલાની વચ્ચે (US) અને યૂરોપીય દેશો (European countries)ના એક પછી એક આર્થિક પ્રતિબંધ (Sanctions on Russia) લગાવી રહ્યાં છે. જેના કારણે રશિયાની આર્થિક રીતે નબળુ પડી જાય. હવે આ પ્રતિબંધોમાથી રશિયાને હવે સૌથી મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. રશિયાની મુખ્ય બેન્કોની પેમેન્ટ સિસ્ટમ (Swift)માંથી બહાર કરવાનો છે.  


અમેરિકા અને યૂરોપીય દેશો દ્વારા રશિયન બેન્કોને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બ્લૉક કરવુ એક મોટા ફેંસલો તરીકે જોવામાં આવી રહ્યું છે. આનાથી રશિયાની ફાઇનાન્સિયલ સિસ્ટમને મોટો ઝટકો લાગ્યો છે, અને તેને આર્થિક નુકશાન ઉઠાવવુ પડી શકે છે. જોકે રશિયા પર આર્થિક રોક લગાવવાથી અમેરિકા અને યૂરોપીય દેશોને પણ નુકશાનનો સામનો કરવો પડશે, કેમે કે તમામ આ દેશોની મોટી કંપનીઓ પોતાનો સામાન રશિયામાં નિકાસ કરે છે. સ્વિફ્ટ સિસ્ટમથી જો રશિયા બહાર થયુ તો તમામ મોટી કંપનીઓનુ પેમેન્ટ પણ રોકાઇ જશે.  


રશિયા સ્વિફ્ટ સિસ્ટમમાંથી બહાર - 
રશિયા યૂક્રેન હુમલા બાદથી જ પશ્ચિમ દેશો તરફથી એ માંગ કરવામા આવી રહી હતી કે રશિયાને વૈશ્વિક નાણાંકીય સિસ્ટમ (Global Payment System)થી અલગ પાડી દેવામા આવે. આ કડીમાં ફેંસલો લેતો રશિયાનો વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમ સ્વિફ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યુ છે. 


યૂકે (UK) ના પ્રધાનમંત્રી બૉરિસ જોનસને (Boris Johnson) ટ્વીટ કરીને રશિયાને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કરવાની જાણકારી આપી છે. જૉનસને ટ્વીટ કરીને કહ્યું કે- અમે રશિયાને વૈશ્વિક નાણાંકીય સિસ્ટમમાંથી બહાર કરવા માટે અમારા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે આજે રાત્રે નિર્ણાયક કાર્યવાહી કરી છે. જેમાં સ્વિફ્ટમાંથી રશિયન બેન્કોને બહાર કરવાનુ મહત્વપૂર્ણ પહેલુ પગલુ પણ સામેલ છે. અમે એ નક્કી કરવા માટે કામ કરતા રહીશું કે પુતિન પોતાની આક્રમતાની કિંમત ચૂકવે.


 


આ પણ વાંચો...... 


ભારતીય રેલ્વેમાં 756 જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....


Bank of Baroda recruitment 2022: બેંક ઓફ બરોડામાં ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


સારી ટેલિકોમ સેવા ના મળે તો મોબાઇલ યુઝર્સ કરી શકે છે Consumer Forumમાં ફરિયાદ, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો


પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી


પાવર ઈન્ડેક્ષઃ કોણ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મિલીટ્રી, જાણો રશિયા અને ભારતનો ક્રમ


યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે