Russia Presidential Elections Voting: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયામાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વ્લાદિમીર પુતિન ફરી એકવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉભા થયા છે. તેઓ પાંચમી વખત સત્તા પર પાછા ફરે તેવી અપેક્ષા છે. તેઓ પાંચમી વખત સત્તામાં આવશે તે લગભગ નિશ્ચિત છે.






રશિયામાં 15 થી 17 માર્ચ સુધી મતદાન થશે. જો કે, યુક્રેનના કેટલાક ભાગો સહિત પ્રારંભિક અને પોસ્ટલ મતદાન પહેલેથી જ શરૂ થઈ ગયું છે. જો કોઈ ઉમેદવારને અડધાથી વધુ મત ન મળે તો ત્રણ અઠવાડિયા પછી બીજા તબક્કાનું મતદાન યોજાશે. જો પુતિન ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતે છે, તો તેઓ લગભગ 2030 સુધી સત્તામાં રહેશે.






મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિનનું રેટિંગ 86 ટકાથી વધુ છે, એક બિન-સરકારી મતદાન સંસ્થા લેવાડા સેન્ટરના રિપોર્ટ અનુસાર, યુદ્ધ દરમિયાન તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. મોસ્કોની તાત્યાના કહેવા પ્રમાણે હું પુતિનને મત આપું છું. મને પુતિન પર વિશ્વાસ છે. તે ખૂબ જ શિક્ષિત છે. પુતિન વૈશ્વિક નેતા છે. હું પુતિનના નેતૃત્વનું સમર્થન કરું છું.   


પુતિનના ત્રણ મુખ્ય વિરોધીઓમાં પ્રત્યેકને પાંચ ટકા અથવા તેનાથી ઓછા મત મળે તેવી સંભાવના છે. જ્યારે કોઈ ઉમેદવારને નોંધપાત્ર સમર્થન મળવાની શક્યતા દેખાતી નથી. પુતિનની જીત લગભગ નક્કી હોવા છતાં ક્રેમલિને ચૂંટણીના પ્રચાર પર એક અબજ યુરો કરતાં વધુ ખર્ચ કર્યા હોવાના અહેવાલ છે. આ બજેટનો મોટાભાગનો હિસ્સો રાષ્ટ્રવાદ, એકતા અને પરંપરાગત મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ઈન્ફોટેનમેન્ટ માટે ફાળવવામાં આવ્યો હતો.