Covid-19: વિશ્વભરમાં કોરોનાવાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યાર દુનિયાના અનેક દેશો વેક્સિન પર કામ કરી રહ્યાં છે, ત્યારે રશિયા પોતાના 4 લાખ સૈન્યકર્મીઓને વેક્સીન લગાવવા જઈ રહ્યું છે. જેને લઈને એક અભિયાન પણ શરુ કર્યું છે. રશિયાના રક્ષા મંત્રી સેરગઈ શુએગાએ શુક્રવારે જણાવ્યું કે, અભિયાન અંતર્ગત 4 લાખ જવાનોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. સંક્રમણમાં વૃદ્ધિ વચ્ચે અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના વાયરસના 27 હજાર 543 નવા કેસ નોંધાયા છે.
રશિયા 4 લાખ સૈન્ય કર્મીઓને આપમે કોવિડ-19ની વેક્સિન
સેરગઈ શુએગોએ કહ્યું કે, 2500 સૈન્ય કર્મીઓને કોવિડ-19 વિરુદ્ધ વેક્સિન અગાઉથી જ લગાવવામાં આવી ચૂકી છે અને વર્ષના અંત સુધી સંખ્યા 80 હજાર સુધી પહોંચવાની આશા છે. રશિયા સ્પુતનિક-V સિવાય કોવિડ-19 વિરુદ્ધ અનેક વેક્સિન વિકસિત કરી રહ્યું છે. ભારતીય ફાર્મા કંપની હેટેરો રશિયાની સ્પુતનિક-V કોવિડ -19 વેક્સિન વાર્ષિક 100 મિલિયન ડોઝના કરાર હેઠળ તૈયાર કરશે. સાઈબેરિયાના વેક્ટર ઈન્સ્ટીટ્યુટ પણ બીજી કોવિડ-19 વેક્સીન વિકસિત કરી રહ્યું છે. તેની વેક્સિનનું નામ ઈપીવેકકોરોના છે.


સ્પુતનિક -v બાદ બીજી કોવિડ-19 વેક્સીન તૈયાર કરી રહ્યું છે રશિયા

વેક્ટર ઈસ્ટીટ્યૂટે કહ્યું કે, ઈમ્યુનિટી જીવનભર નહીં રહે અને પ્રથમ બે ડોઝ બાદ 6-10 મહિનામાં રસીકરણની જરુર પડશે અને ફરી એકવાર દર ત્રણ વર્ષે. રશિયાએ પોતાની સ્પુતનિક -Vના હવાલાથી દાવો કર્યો હતો કે, શરુઆતી ડેટામાં વેક્સીન 95 ટકા અસરકારક સાબિત થઈ છે. સ્પુતનિક -V બનાવનારનું કહેવુ છે કે, તેમની વેક્સિન અન્ય વેક્સિનની તુલનામાં સ્ટોર કરવું સરણ છે અને વેક્સિનના એક ડોઝની કિંમત 10 ડોલર છે. તેમણે વેક્સિન તૈયાર કરવાની વૈશ્વિક દોડમાં સૌથી સસ્તી હોવાનો દાવો કર્યો છે. સ્પુતનિક -વી વેક્સિન દુનિયાની રજિસ્ટર થનારી પ્રથમ વેક્સિન ઓગસ્ટમાં બની ગઈ હતી.