વર્લ્ડોમીટર વેબાઈટ અનુસાર, દુનિયામાં અત્યાર સુધી 6 કરોડ 25 લાખ 50 હજાર કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે અત્યાર સુધી 14 લાખ 57 હજાર લોકોના મૃત્યુ થયા છે અને 4 કરોડ 31 લાખથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક કરોડ 79 લાખ 15 હજાર લોકો હજુ પણ કોરોના સંક્રમિત છે. જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાથી પ્રભાવિત ટોપ -10 દેશ
અમેરિકા: કેસ - 13,608,696, મોત - 272,254
ભારત: કેસ- 9,390,791, મોત- 136,705
બ્રાઝીલ: કેસ - 6,290,272, મોત- 172,637
ફ્રાન્સ : કેસ- 2,208,699, મોત- 52,127
રશિયા : કેસ- 2,242,633, મોત- 39,068
સ્પેન: કેસ- 1,646,192, મોત- 44,668
યૂકે: કેસ- 1,605,172, મોત- 58,030
ઈટલી: કેસ- 1,564,532, મોત- 54,363
આર્જેન્ટીના: કેસ- 1,413,375, મોત- 38,322
કોલંબિયા: કેસ- 1,299,613, મોત- 36,401
ભારત દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસ મામલે બીજા નંબરે છે, એટલું જ નહીં સૌથી વધુ મોત મામલે ત્રીજા નંબરે છે. સાથે ભારત સાતમો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ અમેરિકા, ફ્રાન્સ, ઈટાલી, બેલ્જિયમ, બ્રાઝિલ અને રશિયામાં છે.