Russia-Ukraine War: રશિયાએ યુક્રેનની રાજધાની પર મિસાઇલથી કર્યો હુમલો, રહેણાક ઇમારતને ભારે નુકસાન

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભીષણ બની રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મોટો હુમલો કર્યો છે

Continues below advertisement

કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભીષણ બની રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનમાં રહેણાંક ઇમારત પર રશિયાની સેનાએ મિસાઇલ હુમલો કર્યો છે. વિસ્ફોટના કારણે ઘણી રહેણાંક ઇમારતોને મોટું નુકસાન થયું હતું. શનિવારે કીવ શહેરના દક્ષિણ અને પશ્વિમ વિસ્તારમાં રશિયાએ મિસાઇલથી હુમલો કર્યો હતો. જેમાંથી એક મિસાઇલ એક  Zhulyany એરપોર્ટ પાસે પડી હતી જ્યારે બીજી મિસાઇલ રહેણાક વિસ્તારમાં આવેલી એક ઇમારત સાથે ટકરાઇ હતી.

Continues below advertisement

યુક્રેને દાવો કર્યો હતો કે રશિયન સૈન્યએ કીવમાં ઝડપથી આગળ વધવા માટે રહેણાક ઇમારતો પર મિસાઇલથી હુમલા કરી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિની પ્રેસ સર્વિસ તરફ જે વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે રશિયાની એક મિસાઇલ કીવના એક એપાર્ટમેન્ટ પર પડી હતી. જેના કારણે ઇમારતને ભારે નુકસાન થયું છે. જોકે આ હુમલામાં કેટલા લોકોના મોત થયા છે તેને લઇને કોઇ જાણકારી આવી નથી.

યુક્રેનના રાષ્ટ્રપતિએ યુક્રેન છોડવાની અમેરિકાની ઓફર ઠુકરાવી દીધી છે. તેણે સ્પષ્ટ કહ્યું કે અમને શસ્ત્રો જોઈએ છે. બીજી તરફ યુએસ એરફોર્સના ત્રણ એરક્રાફ્ટ રોમાનિયા એરસ્પેસમાં ઉડતા જોવા મળ્યા હતા. તે સિવાય યુક્રેન-રશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આર્થિક મદદની જાહેરાત કરી છે. બાઇડને 350 મિલિયન ડોલરની લશ્કરી સહાયની જાહેરાત કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે દુનિયા યુક્રેનમાં લાંબા સમય સુધીના યુદ્ધ માટે તૈયાર રહે.યુકે, યુએસ સહિત 28 દેશો, અન્ય યુરોપિયન દેશો યુક્રેનને શસ્ત્રો, આરોગ્ય સુવિધાઓ અને અન્ય સૈન્ય સહાય આપવા માટે તૈયાર થયા છે.

Continues below advertisement
Sponsored Links by Taboola