Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર કર્યો મોટો હુમલો, મિસાઇલ હુમલામાં 17 લોકોના મોત, 40 ઇજાગ્રસ્ત

રશિયન મિસાઇલ હુમલામાં Zaporizhzhia ના 17 લોકો માર્યા ગયા છે

Continues below advertisement

Russian Missile Attack in Zaporizhzhia: ગઈકાલે રાત્રે (8 ઓક્ટોબર) Zaporizhzhia ના રહેણાંક વિસ્તારમાં રશિયાએ મિસાઇલ હુમલો કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, રશિયન મિસાઇલ હુમલામાં Zaporizhzhia ના 17 લોકો માર્યા ગયા છે અને 40 થી વધુ લોકો ઘાયલ થયા છે. નોંધનીય છે કે Zaporizhzhia માં એક બહુમાળી ઈમારત પર દસ રશિયન મિસાઈલો પડી હતી.

Continues below advertisement

રશિયન મિસાઈલ હુમલાને ક્રિમિયાના એક પુલ પર થયેલા બોમ્બ વિસ્ફોટ સાથે જોડવામાં આવી રહ્યો છે. આ પછી આગ ફાટી નીકળી હતી અને પુલનો એક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. આનાથી યુક્રેનના દક્ષિણ ભાગમાં લડી રહેલા રશિયન સૈનિકોને પુરવઠો અવરોધિત થયો હતો. જોકે, અલ ઝઝીરાના જણાવ્યા અનુસાર પુલની અન્ય લેન પર મર્યાદિત ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

પુતિને રશિયા સાથે Zaporizhzhia ના વિલીનીકરણની જાહેરાત કરી

તાજેતરમાં જ રશિયાએ યુક્રેનના જે ચાર ભાગોને પોતાના દેશમાં ભળવાની જાહેરાત કરી હતી તેમાં Zaporizhzhia નું નામ પણ સામેલ હતું. આ ઉપરાંત, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 30 સપ્ટેમ્બરે યુક્રેનના લોહાન્સ્ક, ડોનેટ્સ્ક, Zaporizhzhia અને ખેરસોનને રશિયા સાથે વિલીનીકરણની જાહેરાત કરી હતી.

Zaporizhzhia માં આવેલો યુરોપનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ રશિયન સૈન્યના કબજામાં છે. Zaporizhzhia ન્યુક્લિયર સિટી તરીકે ઓળખાય છે. તાજેતરમાં સ્થાનિક અલગતાવાદી નેતાઓ અને રશિયા દ્વારા સમર્થિત અધિકારીઓએ લોહાન્સ્ક, ડોનેટ્સક, Zaporizhzhia અને ખેરસોનમાં લોકમત યોજ્યો હતો. આ પ્રદેશોને રશિયા સાથે મર્જ કરવા માટે 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન લોકમત યોજાયો હતો.

રશિયાના કબજા હેઠળના ભાગો વિશે યુક્રેનનું શું કહેવું છે?

યુક્રેને કહ્યું હતું કે તે કોઈપણ કિંમતે તેનો વિસ્તાર રશિયાને આપશે નહીં અને રશિયન સેનાને તેમની પાસેથી મુક્ત કરશે. આ સાથે યુક્રેને નાટો દેશોના સભ્યપદ માટે અરજી પણ દાખલ કરી હતી. હાલમાં, Zaporizhzhia માં રશિયન મિસાઇલ હુમલા અંગે વધુ અપડેટ્સ આવવાના બાકી છે.

Continues below advertisement
Sponsored Links by Taboola