Russia-Ukraine War: રશિયા-યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અટકવાનુ નામ નથી લઇ રહ્યું, પરંતુ દિવસે દિવસે વધુને વધુ ખતરનાક રૂપ લઇ રહ્યું છે. ક્રીમિયા બ્રિઝ (Crimean Bridge) પર યૂક્રેનના હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે, અને હવે પરમાણુ યુદ્ધ (Nuclear War) થવાની આશંકા બતાવવામાં આવી રહી છે. 


વળી, આ બધાની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડેને યૂક્રેન પર હુમલાને ખતમ કરવા માટે મૉસ્કોની સાથે કૂટનીતિ માટે દરવાજા ખોલ્યા છે. જોકે, નવેમ્બર મહિનામાં થનારી જી20 દેશોની બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે વાતચીતથી ઇનકાર કરી દીધો છે. 


મારો કોઇ ઇરાદો નથી - બાયડેન 
અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડેને સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું -મારો રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાનો કે મળવાનો ઇરાદનો નથી, જોકે જો તે જી20માં મારી પાસે આવીને કહે છે કે હું (હિરાસતમાં બાસ્ટેકબૉલ સ્ટાર) બ્રિટની ગ્રિનરની મુક્તિ વિશે વાત કરવા માંગુ છુ તો હું તેમને મળીશ, કે વિચારી શકાય છે.


યૂક્રેનની મદદથી અમેરિકાએ કર્યો ઇનકાર - 
ખરેખરમાં, રશિયા-યૂક્રેન હવે એક એવા મૉડ પર આવી ગયા છે કે, પરમાણુ યુદ્ધ થવાની સંભાવનાઓ વધી રહી છે. ક્રીમિયા બ્રિજ પર યૂક્રેનના હુમલા બાદ પુતિન બદલાની યોજના બનાવી રહ્યાં  છે. આ બધાની વચ્ચે યૂક્રેન મદદ માટે અપીલ અમરિકા સહિત યૂરોપના તમામ દેશોને કરી રહ્યું છે. વળી, અમેરિકાએ યૂક્રેનને જવાબ આપતા કહ્યું- તે રશિયાની સાથે પણ કોઇપણ પ્રકારનો સંઘર્ષ નથી કરવા માંગતુ. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે પોતાની સેનાને યૂક્રેનમાં નહીં મોકલે. 


Ukraine War: પુતિનની હરકતોથી ગભરાયુ અમેરિકા, બાયડન બોલ્યા- હવે પરમાણુ હુમલાનો ખતરો છે, પુતિન મજાક નથી કરી રહ્યાં...........


Russia Ukraine War: યૂક્રેન પર હુમલાને લઇને હવે અમેરિકા રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકા રશિયાને દરેક મોરચા પર ઘેરી રહ્યું છે, આ મુદ્દા પર પુતિન પણ પીછેહઠ નથી કરી રહ્યાં. પુતિન (Vladimir Putin) અને બાઇડેન (Joe Biden)ના એકબીજા પર પ્રહાર સામે આવી રહ્યાં છે. ફરી એકવાર અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડેને રશિયા અને યૂક્રેન યુદ્ધનો ઉલ્લેખ કર્યો છે. બાઇડેને કહ્યું કે દુનિયામાં શીત યુદ્ધ બાદ પહેલીવાર ફરી એકવાર પરમાણુ મહાયુદ્ધનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેમને કહ્યું કે, યૂક્રેન સંઘર્ષને લઇને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રોકવાનો રસ્તો શોધવામાં આવી રહ્યો છે. બાઇડેને પરમાણું હથિયારોના ઉપયોગ અને રશિયાની ધમકીઓને લઇને ચિંતા વ્યક્ત કરી છે. 


પરમાણુ હથિયારોનો ખતરો - 
અમેરિકા હવે પુતિનની હરકતોથી ગભરાયુ છે, બાયડેનને ચિંતા છે કે પરમાણું હથિયારોનો ઉપયોગ પુતિન કરી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ બાયડેન ન્યૂયોર્કમાં એક ફન્ડ રેજિંગ ઇવેન્ટમાં સામેલ થયા હતા, જ્યાં તેમને રશિયા -યૂક્રેન યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમને કહ્યું કે, 1962 માં કેનેડી અને ક્યૂબન મિસાઇલ સંકટ બાદ પહેલીવાર મહાયુદ્ધ જેવી સંભાવનાઓ છે, આ દરમિયાન બાઇડેને પુતિનની પરમાણું હથિયારોના ઉપયોગની ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો, બાઇડેને કહ્યું કે, યૂક્રેન પર કબજાને લઇને પરમાણુ હથિયારની ધમકી આપીને પુતિન મજાક નથી કરી રહ્યાં.


આ પહેલા પણ બાયડેને પોતાના પાર્ટી સમર્થકો સાથે વાત કરતા પરમાણું હથિયારોથી પેદા થનારા ખતરાને લઇને વાતચીત કરી હતી, અને આને લઇને આપત્તિ દર્શાવી હતી. રશિયા અને યૂક્રેન યુદ્ધને લઇને બાઇડેને વાતચીત કરતાં કહ્યું પુતિન પાસે આ યુદ્ધમાં બહુ ઓછા ઓપ્શનો વધ્યા છે, આવામાં પુતિન પરમાણું હથિયારોનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યાં છે, આ કારણે છે કે રશિયા આવા હુમલાની સતત ધમકીઓ આપી રહ્યું છે. બાઇડેને કહ્યું પુતિન મજાક નથી કરી રહ્યાં.