Russia Ukraine War: ઝેલેન્સ્કીને અમેરિકાએ આપ્યો ઝટકો, બાઇડને યુક્રેનને F-16 ફાઇટર જેટ આપવાનો કર્યો ઇનકાર

હાલમાં જ યુક્રેનના રક્ષા મંત્રીએ કહ્યું હતું કે અમેરિકા અને જર્મની તરફથી ટેન્કની સપ્લાય બાદ તેઓ પશ્ચિમી દેશોમાંથી ફાઈટર જેટની સપ્લાય અંગે વાત કરશે.

Continues below advertisement

વોશિંગ્ટન: રશિયા સામે યુદ્ધ લડી રહેલા યુક્રેનને અમેરિકાએ ઝટકો આપ્યો છે. યુદ્ધ દરમિયાન અમેરિકાએ અનેક વખત યુક્રેનને મદદ કરી છે. પરંતુ હવે અમેરિકાએ યુક્રેનને ફાઇટર જેટ એફ-16 આપવાનો ઇનકાર કર્યો હતો. યુક્રેનના રક્ષા મંત્રીએ ફાઈટર જેટની માંગણી કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને સોમવારે કહ્યું હતું કે અમેરિકા યુક્રેનને F-16 ફાઈટર જેટ આપશે નહીં. જો બાઇડનને પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકા યુક્રેનને F-16 ફાઈટર જેટ મોકલશે કે નહીં. આના જવાબમાં રાષ્ટ્રપતિ જો બાઇડને ના જવાબ આપ્યો હતો.

Continues below advertisement

બાઇડન પોલેન્ડની મુલાકાત લેશે.

હાલમાં જ યુક્રેનના રક્ષા મંત્રીએ કહ્યું હતું કે અમેરિકા અને જર્મની તરફથી ટેન્કની સપ્લાય બાદ તેઓ પશ્ચિમી દેશોમાંથી ફાઈટર જેટની સપ્લાય અંગે વાત કરશે. અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને પણ કહ્યું હતું કે તેઓ પોલેન્ડની મુલાકાત લેશે, જે એક મહત્વપૂર્ણ સાથી છે, પરંતુ હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. બાઇડને કહ્યુ હતું કે તેઓ વિશ્વાસ કરી શકતા નથી કે તેઓ યુક્રેનમાં યુદ્ધની શરૂઆતની વર્ષગાંઠ પર યુરોપની મુલાકાત લેશે.

યુક્રેન ફાઈટર જેટની માંગ કરે છે

નોંધનીય છે કે 24 ફેબ્રુઆરી 2021ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો.  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા વિરુદ્ધ પોતાના યુદ્ધ પ્રયાસોને મજબૂત રાખવા માટે અમેરિકા પાસેથી ફાઈટર જેટની મદદ માંગી છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ જાહેરાત કરી હતી કે તે યુક્રેનને 31 એમ1 અબ્રામ્સ ટેન્ક મોકલશે. થોડા સમય પહેલા બાઇડન સરકારે દલીલ કરી હતી કે આ ટેન્કનું સંચાલન અને જાળવણી યુક્રેનિયન દળો માટે ખૂબ મુશ્કેલ હોઈ શકે છે.

જર્મનીએ યુક્રેનને લેપર્ડ ટેન્ક મોકલી

અગાઉ અમેરિકાએ યુક્રેનને 2.5 અબજ ડોલરનું સંરક્ષણ પેકેજ આપ્યું હતું. જર્મની દ્વારા યુક્રેનને લેપર્ડ ટેન્ક મોકલી હતી. અમેરિકા અને જર્મનીની મદદ બાદ રશિયાએ યુક્રેન પર હુમલાઓ વધારી દીધા હતાજેના કારણે ફરી એકવાર યુક્રેને પશ્ચિમી દેશો પાસેથી હથિયારોની સપ્લાય ઝડપી બનાવવાની માંગ કરી છે.

Continues below advertisement
Sponsored Links by Taboola