Russia-Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં યુરોપિયન દેશો હવે યુક્રેનને વધુ મદદ કરી રહ્યા છે. બ્રિટને શુક્રવારે જાહેરાત કરી હતી કે તે યુક્રેનને 450 મિલિયન પાઉન્ડ (લગભગ 580 મિલિયન ડોલર) લશ્કરી સહાય પૂરી પાડશે. આ સહાય યુક્રેનના સંરક્ષણને મજબૂત બનાવવા અને ભવિષ્યના કોઈપણ શાંતિ કરાર પહેલા તેને મજબૂત સ્થિતિમાં લાવવા માટે પૂરી પાડવામાં આવી રહી છે.
આ સહાયમાંથી 350 મિલિયન પાઉન્ડ બ્રિટનના આ વર્ષના 4.5 બિલિયન પાઉન્ડના લશ્કરી સહાય પેકેજમાંથી આવશે. આ સાથે નોર્વે પણ આ પેકેજમાં યોગદાન આપશે.
બ્રિટિશ સંરક્ષણ સચિવ John Healey અને જર્મન સંરક્ષણ સચિવ Boris Pistoriusએ બ્રસેલ્સમાં 'યુક્રેન ડિફેન્સ કોન્ટેક્સ ગ્રુપની' ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ ગ્રુપ નાટો અને અન્ય સાથી દેશોનું જૂથ છે જે યુક્રેનને મદદ કરી રહ્યા છે. આ સહાય પેકેજ હેઠળ યુક્રેનને શસ્ત્રો અને સાધનોના સમારકામ અને જાળવણી માટે જરૂરી વસ્તુઓ પ્રાપ્ત થશે. આ ઉપરાંત તેમાં રડાર સિસ્ટમ, એન્ટી-ટેન્ક માઇન્સ અને લાખો ડ્રોનનો પણ સમાવેશ થાય છે.
બ્રિટિશ સંરક્ષણ પ્રધાન John Healeyએ કહ્યું હતું કે યુક્રેનને મજબૂત સ્થિતિમાં લાવવા અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર આ યુદ્ધનો અંત લાવવા માટે દબાણ લાવવા માટે "યુક્રેન સંરક્ષણ સંપર્ક જૂથ" નું કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે "આપણે શાંતિને જોખમમાં મૂકી શકીએ નહીં, તેથી આજનું મુખ્ય સહાય પેકેજ યુક્રેનમાં લડાઈને મજબૂત બનાવશે."
શાંતિ કરાર માટે પણ તૈયારીઓ થઈ રહી છે
ગુરુવારે જ બ્રિટન અને ફ્રાન્સના નેતૃત્વ હેઠળ "કોએલિશન ઓફ ધ વિલિંગ" નામની એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એવા દેશોના સંરક્ષણ પ્રધાનોએ હાજરી આપી હતી જે યુદ્ધ સમાપ્ત થવાની સ્થિતિમાં શાંતિ જાળવવા માટે તૈયાર છે. આ પહેલ એટલા માટે કરવામાં આવી રહી છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર થાય તો ત્યાં તાત્કાલિક સ્થિરતા અને શાંતિ સ્થાપિત થઈ શકે. આમાં શાંતિ સૈનિકોની, સુરક્ષા વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.