Russia-Ukraine War Live: યુદ્ધમાં માર્યા ગયા રશિયાના 4300 સૈનિકો, યુક્રેનના મંત્રીનો દાવો

યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉભી થઈ રહેલી સ્થિતિથી બીજા દેશોની પણ ચિંતા વધી છે

gujarati.abplive.com Last Updated: 27 Feb 2022 04:59 PM
પીએમ મોદી યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે 'ઓપરેશન ગંગા' શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.

યુક્રેનનું એક પ્રતિનિધિમંડળ વાતચીત માટે બેલારુસ રવાના થયું

યુદ્ધનું મેદાન બની ગયેલા યુક્રેનની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે, આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુદ્ધ અને તણાવના વાતાવરણ વચ્ચે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે ફોન પર વાતચીત કરી હતી. રશિયાના સરકારી મીડિયાએ મોટો દાવો કર્યો છે કે યુક્રેન રશિયા સાથે વાતચીત કરવા માટે રાજી થઈ ગયું છે. આ દરમિયાન યુક્રેનનું એક પ્રતિનિધિમંડળ વાતચીત માટે બેલારુસ રવાના થયું છે.

યુક્રેનિયન શરણાર્થીઓની સંખ્યા 368,000 થઇ

યુએનએ કહ્યું કે યુક્રેનિયન શરણાર્થીઓની સંખ્યા 368,000 અને વધી રહી છે. યુક્રેને નાટો સભ્યો સમક્ષ માંગણી  કરી છે કે યુક્રેન સુધીની એયરસ્પેસ બંધ કરવામાં આવે. યુક્રેનમાં શાંતિ સ્થાપક ટુકડીઓ મોકલે. ઇઝરાયલ પાસે યુક્રેનના લોકોએ લશ્કરી મદદ માંગી હતી.  

યુક્રેને રશિયા વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટમા કરી અરજી

યુક્રેને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રશિયા સામે પોતાની અરજી દાખલ કરી છે. અરજીમાં યુક્રેને કહ્યું છે કે, "રશિયાને આ યુદ્ધ માટે જવાબદાર ઠેરવવું જોઈએ. અમે રશિયા સામે મિલીટરી કામગીરી કરવા અંગે કેસ ચલાવવા માટે જલ્દી નિર્ણય લેવાય અને આવતા અઠવાડીયા સુધીમાં સુનાવણી શરુ થાય તે માટે વિનંતી કરી રહ્યા છીએ" 

4300 રશિયન સૈનિકો માર્યાનો યુક્રેનનો દાવો

યુક્રેનના મંત્રીએ  દાવો કર્યો હતો  કે 4300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. તે સિવાય યુક્રેને રશિયાની 146 ટેન્કોને પણ તોડી નાખી છે. 

ભારતીય વિદ્યાર્થીઓને કોઇ પણ વિઝા વિના પોલેન્ડમાં પ્રવેશવાની મંજૂરી

ભારતમાં પોલેન્ડના રાજદૂત એડમ બુરાકોવ્સ્કીએ કહ્યુ કે પોલેન્ડ યુક્રેનમાં રશિયન આક્રમણથી બચનારા ભારતીય વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારના વિઝા વીના પ્રવેશ કરવાની મંજૂરી આપી રહ્યો છે.

બેલારૂસમાં વાતચીત કરવાનો યુક્રેનનો ઇનકાર

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે એક મોટી અપડેટ આવી રહી છે. વાસ્તવમાં રશિયાએ યુક્રેન સાથે વાતચીત માટે સહમતિ બતાવી હતી. રશિયન ન્યૂઝ એજન્સી અનુસાર, રશિયાએ કહ્યું છે કે તે બેલારુસમાં યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે. જોકે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે તે બેલારૂસમાં વાતચીત કરવા માટે તૈયાર નથી.

રશિયાએ ચાર દેશો માટે બંધ કર્યું પોતાનું એરસ્પેસ

રશિયાએ લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા અને સ્લોવેનિયાના વિમાનો માટે  એરસ્પેસ બંધ કરી. આ અગાઉ અનેક દેશોએ રશિયન વિમાનો માટે પોતાનુ એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. 

રશિયાની ફાયરિંગમાં યુક્રેનના છ લોકોના મોત

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોના મોત થયા છે. યુક્રેનના ગવર્નર દિમિત્રી જિવિત્સ્કીએ કહ્યું કે રશિયાના ગોળીબારમાં સાત વર્ષની બાળકી સહિત છ લોકો માર્યા ગયા છે.

બાઈડને કહ્યુ- ત્રીજુ વિશ્વયુદ્ધ એકમાત્ર વિકલ્પ

બાઈડેને એક ઈન્ટરવ્યુમાં કહ્યું માત્ર એક જ વિકલ્પ છે કે રશિયા સાથે યુદ્ધ લડવામાં આવે અને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત કરવામાં આવે. બીજો વિકલ્પ એ છે કે જે દેશો આંતરરાષ્ટ્રીય કાનૂનની વિરુદ્ધમાં કામ કરે તેમને આમ કરવા માટે તેની કિંમત ચૂકવવી પડે. બાઇડેને કહ્યું, મને લાગે છે કે આર્થિક અને રાજકીય પ્રતિબંધ ઈતિહાસમાં સૌથી વ્યાપક પ્રતિબંધ છે.


 

બ્રેકગ્રાઉન્ડ

Ukraine- Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉભી થઈ રહેલી સ્થિતિથી બીજા દેશોની પણ ચિંતા વધી છે. હવે યુક્રેને દાવો કર્યો છે કે, તેમની સેનાએ આ યુદ્ધમાં અત્યાર સુધી 3500 રશિયન સૈનિકો, ડઝનની સંખ્યામાં ટેન્ક, 14 વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યા છે. આ સિવાય NATO દેશ પણ યુક્રેનની મદદમાં હથિયાર અને મેડિકલ સેવાઓ મોકલી રહ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.