Russia Ukraine War: યુક્રેનમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઇઝરી, ખારકિવ તાત્કાલિક છોડવા આદેશ
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 7મો દિવસ છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધે યુક્રેનની હાલત ખરાબ કરી દીધી છે.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ખારકિવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક છોડવાની સલાહ આપી છે. એડવાઇઝરી મુજબ ભારતીય નાગરિકોએ શક્યે તેટલું વહેલું ખારકિવને છોડવું જોઈએ અને બને તેટલી વહેલી તકે પિસોચિન, બેઝલ્યુડોવકા અને બાબાયે તરફ આગળ વધવા જણાવાયું છે.. તેઓએ આજે 1800 કલાક (યુક્રેનિયન સમય) સુધીમાં આ વસાહતો પર પહોંચવું આવશ્યક છે.
યુક્રેન-રશિયા સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે યુદ્ધના છેલ્લા છ દિવસમાં યુક્રેનની સેનાએ 6,000 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.
રાહુલ ગાંધીએ 'મિશન ગંગા'ને લઈને કેન્દ્ર સરકારને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભારત સરકારને પૂછ્યું છે કે યુક્રેનમાંથી અત્યાર સુધીમાં કેટલા ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે અને કેટલા હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે.
યુક્રેનિયન સૈન્યએ કહ્યું, "રશિયન આર્મીએ ખારકિવમાં ઉતરણ કર્યુ છે, અને તેઓએ એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે. અત્યારે લડાઈ ચાલી રહી છે...
યુક્રેનના ખાર્કિવ શહેરમાં આજે સવારથી કોઈ હવાઈ હુમલો થયો નથી, પરંતુ આ દરમિયાન રશિયન પેરાટ્રૂપર્સ ત્યાં ઉતર્યા છે, જેમણે હોસ્પિટલને નિશાન બનાવ્યું છે. હાલ ગોળીબાર ચાલુ છે.
રશિયન સેનાએ ખેરસનને કબજે કરી લીધું છે. બીજી તરફ કિવ-ખારકિવમાં પણ બોમ્બ ધડાકા તેજ થઈ ગયા છે. ર શિયન સેનાએ બે બેઝ અને ખેરસન બંદર કબજે કર્યું.
આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બેલારુસ રશિયા સાથે જોડાઈ શકે છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે બેલારુસ તેમની સામે યુક્રેનમાં સૈનિકો મોકલી શકે છે. જો કે હજુ સુધી આ અંગે બેલારુસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
બ્રેકગ્રાઉન્ડ
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 7મો દિવસ છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધે યુક્રેનની હાલત ખરાબ કરી દીધી છે. આ સાત દિવસોમાં રશિયાએ યુક્રેન પર અવાર-નવાર અનેક મિસાઈલો છોડી છે. આ હુમલાઓથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. બીજી તરફ બેલારુસમાં બંને દેશો વચ્ચે વાતચીત બાદ પણ કોઈ ઉકેલ મળી શક્યો નથી. આ યુદ્ધમાં ન તો રશિયા અને ન તો યુક્રેન ઝુકવા તૈયાર છે. હાલમાં રશિયન સેનાએ યુક્રેનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -