Russia Ukraine War Live Updates: યુક્રેનમાં હુમલા વચ્ચે 15 લાખ નાગરિકોની હિજરત, રહેણાંક વિસ્તારોમાં રશિયન સેનાનો બોંબમારો
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 11મો દિવસ છે. 11 દિવસથી થઈ રહેલા હુમલાના કારણે યુક્રેનના અનેક શહેરો તબાહ થયા છે.
દિલ્હી એરપોર્ટ પર યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને જોતા જ તેમના માતા-પિતા ભાવુક થયા હતા અને ભેટી પડ્યા હતા.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ડોનબાસના નાગરિકોને રશિયન સેનાનો પ્રતિકાર કરવાની અપીલ કરી છે. આ એ જ વિસ્તાર છે જેમાં રશિયાએ યુક્રેનના અત્યાચારનો ઉલ્લેખ કરીને યુક્રેન પર હુમલો કર્યો છે.
ચેર્નિહાઇવ પ્રાદેશિક લશ્કરી વહીવટીતંત્રના અધ્યક્ષ વ્યાચેસ્લાવ ચૌસે જણાવ્યું કે રશિયન સૈનિકો કિલ્લેબંધી અને લશ્કરી-ઔદ્યોગિક સુવિધાઓ માટે ચેર્નિહાઇવના રહેણાંક વિસ્તારો પર બોમ્બમારો કરી રહ્યા છે.
રશિયન સેનાએ ફરી એકવાર ખારકિવને નિશાન બનાવ્યું છે. રશિયન સેનાએ ત્યાં હવાઈ હુમલો કર્યો છે. જણાવી દઈએ કે આના કારણે ઘણી ઈમારતોમાં આગ લાગી છે.
અમેરિકન મીડિયા વોઈસ ઓફ અમેરિકાના જણાવ્યા પ્રમાણે યુક્રેનમાં થયેલા હુમલાને જોતા હવે અમેરિકન નાગરિકો પણ હથિયાર ઉપાડશે. 3,000 અમેરિકન સ્વયંસેવકોએ આંતરરાષ્ટ્રીય બટાલિયનમાં જોડાવાની વાત કરી છે. વોશિંગ્ટનમાં યુક્રેનિયન એમ્બેસીના પ્રતિનિધિએ કહ્યું કે યુક્રેન દ્વારા માંગવામાં આવેલી મદદના જવાબમાં આ સ્વયંસેવકોએ કહ્યું છે કે તેઓ હવે યુક્રેનના યુદ્ધમાં તેમનું સમર્થન કરશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે ફોન પર વાત કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જાહેરાત કરી છે કે તેમણે રવિવારે તેમના યુએસ સમકક્ષ જો બિડેન સાથે ફોન પર વાત કરી હતી અને રશિયા સામે નાણાકીય સહાય અને પ્રતિબંધો અંગે ચર્ચા કરી હતી કારણ કે તેમનો દેશ રશિયન સૈનિકોના ગંભીર હુમલાનો સામનો કરી રહ્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ લડી રહેલા સૈન્ય કર્મીઓ અને તેમના પરિવારો માટે વળતરના ડીલ પર હસ્તાક્ષર કર્યા. જે અંતર્ગત યુદ્ધમાં શહીદ થનારા સૈનિકના પરિવારજનોને 5 મિલિયન રૂબલ મળશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરી એકવાર સામાન્ય નાગરિકોને રશિયા સામેની લડાઈ ચાલુ રાખવાની અપીલ કરી છે. ઝેલેન્સકીએ પોતાના દેશને સંબોધતા કહ્યું કે યુક્રેનની એક મીટર જમીન પણ બચાવવી પડશે. આ જીવનમાં એકવાર મળે છે. બધાં શહેરોમાં જ્યાં પણ દુશ્મનો દેખાય ત્યાં બદલો લેવો.
યુક્રેનની સેનાએ એક વીડિયો જાહેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે રશિયન મિસાઈલને તોડી પાડી છે. રશિયન ક્રૂઝ મિસાઈલને એર ડિફેન્સ સિસ્ટમની મદદથી આકાશમાં જ નષ્ટ કરવામાં આવી હતી. ક્રામટોર્કમાં સેનાએ મિસાઈલ છોડવાનો દાવો કર્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 11મો દિવસ છે. 11 દિવસથી થઈ રહેલા હુમલાના કારણે યુક્રેનના અનેક શહેરો તબાહ થયા છે. લોકો દેશ છોડીને અન્ય દેશોમાં આશ્રય લેવા મજબૂર થચા છે, તેમ છતાં યુક્રેન રશિયા સામે ઝૂકવા તૈયાર નથી. હજુ પણ યુક્રેનના અનેક શહેરો રશિયન સેનાના નિયંત્રણની બહાર થયા છે. યુદ્ધને લઈ અમેરિકા અને નાટોના અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જ્યાં સુધી યુક્રેનના તમામ શહેરો આત્મસમર્પણ નહીં કરી દે ત્યાં સુધી રશિયા આ દેશ પર મિસાઈલ છોડતું રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -