Russia-Ukraine War Live Update : Russia Ukraine War: યુક્રેનમાં ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વધી રહેલા સંકટ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વિશેષ કટોકટી સત્ર દરમિયાન બંને દેશોએ એકબીજા પર નિશાન સાધ્યું હતું.
gujarati.abplive.com Last Updated: 01 Mar 2022 04:04 PM
બ્રેકગ્રાઉન્ડ
Russia Ukraine War: યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટી કરીએ...More
Russia Ukraine War: યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટી કરીએ છીએ કે આજે સવારે ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે તેમના પરિવારના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.તેમણે કહ્યું કે ભારતીય હજુ પણ ખારકિવ અને અન્ય સંઘર્ષ ક્ષેત્રોમાં છે. મૃતક ભારતીય વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના હાવેરી જિલ્લાના નવીન એસજી તરીકે થઇ છે. વિદ્યાર્થી એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અગાઉ, ખારકીવ પ્રાદેશિક વહીવટના વડા ઓલેહ સિનેહુબોવે જણાવ્યું હતું કે રશિયાએ મંગળવારે ખારકિવના મધ્યમાં રહેણાંક ઇમારતો સાથેની વહીવટી ઇમારત પર ફાયરિંગ કર્યું હતું. જોકે આ ફાયરિંગમાં કેટલા લોકોના મોત થયા હતા તેની તેઓએ કોઇ જાણકારી આપી નહોતી. અગાઉ તેમણે કહ્યું હતું કે સોમવારે ખારકિવમાં થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે યુક્રેનિયન સૈન્ય રશિયાની આર્મીને શહેરમાં આગળ વધતી રોકવાનો પ્રયાસ કરી રહી છે. યુક્રેનિયન સોશિયલ નેટવર્ક્સ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં જોઇ શકાય છે કે ખારકિવ એક બિલ્ડિંગમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં તેની નજીક પાર્ક કરેલી ઘણી કારને નુકસાન થયું હતું. આ વિસ્ફોટથી બિલ્ડિંગની બારીઓના કાચ તૂટી ગયા હતા. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વધી રહેલા સંકટ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વિશેષ કટોકટી સત્ર દરમિયાન બંને દેશોએ એકબીજા પર નિશાન સાધ્યું હતું. એક તરફ કિવએ સંયુક્ત રાષ્ટ્રને મોસ્કો સામે ચાલી રહેલા આક્રમણને રોકવા માટે આહવાન કર્યું, જ્યારે બીજી તરફ, રશિયાએ ભારપૂર્વક કહ્યું કે તેણે દુશ્મનાવટની શરૂઆત કરી નથી અને તે યુદ્ધનો અંત લાવવા માંગે છે.યુએનજીએના પ્રમુખ અબ્દુલ્લા શાહિદે સોમવારે 193 સભ્યોની સંસ્થાના યુક્રેન પર કટોકટી વિશેષ સત્રની અધ્યક્ષતા કરી હતી. યુક્રેનના રાજદૂત સર્ગેઇ કિસ્લિટસિયાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્ર દરમિયાન રશિયનમાં તેમનું નિવેદન વાંચ્યું હતું. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક સુરક્ષા માટે જોખમને ધ્યાનમાં રાખીને જનરલ એસેમ્બલીએ આ કટોકટી સત્ર બોલાવવું પડ્યું હતું.સર્ગેઈએ કહ્યું કે જનરલ એસેમ્બલીએ સ્પષ્ટપણે રશિયાની આક્રમકતા રોકવાની માંગ પર પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે કહ્યું કે રશિયાએ કોઈપણ શરત વિના યુક્રેનના પ્રદેશોમાંથી તરત જ પોતાની સેના હટાવી લેવી જોઈએ. "જો યુક્રેન ટકશે નહી તો સંયુક્ત રાષ્ટ્ર પણ ટકશે નહી. સર્ગેઈએ કહ્યું. આપણે યુક્રેનને બચાવી શકીએ છીએ, સંયુક્ત રાષ્ટ્ર અને લોકશાહીને બચાવી શકીએ છીએ."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતીયોને તાત્કાલિક કીવ છોડવાની સલાહ
યુક્રેનની રાજધાની કીવમાં સ્થિતિ બગડી રહી છે. ત્યાં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ કીવ આજે જ છોડી દે. આ દરમિયાન આજે ભારતીય દૂતાવાસે યુક્રેનના કિવ શહેરમાં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક શહેર છોડવાની સલાહ આપી છે.