Russia-Ukraine War Live Update: બ્રિટનના વિમાનો માટે રશિયાનું એરસ્પેસ બંધ , યુક્રેનના 18 ટેન્ક નષ્ટ કર્યાનો રશિયાનો દાવો

બ્રિટિશ વડા પ્રધાને ગુરુવારે રશિયા પર નવા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી.

gujarati.abplive.com Last Updated: 25 Feb 2022 02:58 PM
વિદ્યાર્થીઓને પરેશાન કરતી સુરક્ષાની ચિંતા

રશિયન સૈનિકોએ યુક્રેનમાં રશિયાની સરહદે આવેલા સુમી શહેર પર કબજો કર્યા પછી ભારતીય વિદ્યાર્થીઓએ ભોંયરામાં આશરો લીધો છે અને ભારત સરકારને તેમને ખાલી કરવા વિનંતી કરી છે. તેમાંથી મોટાભાગના સુમી સ્ટેટ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે. તેણે કહ્યું કે બહાર ગોળીબારના અવાજને કારણે તે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે.

EU એ પુતિનની યુરોપમાં સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો

યુરોપિયન યુનિયને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. EU એ પુતિનની યુરોપમાં સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. યુરોપિયન યુનિયન યુક્રેન પર રશિયાની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યું છે. પુતિનની સંપત્તિ જપ્ત કરવા માટે સમજૂતી થઈ છે.

યુક્રેન સાથે વાતચીત કરવા રશિયા તૈયાર

રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, 'જો યુક્રેન લડાઈ બંધ કરે તો રશિયા વાતચીત કરવા તૈયાર છે. તે યુક્રેનની વર્તમાન સરકારથી દેશને આઝાદ કરાવવાનું ઓપરેશન પર છે. યુક્રેનને આઝાદ કરાવવું છે.


 

રોમાનિયા અને હંગેરીના રસ્તા ભારતીયોને સ્વદેશ લવાશે

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ  તરફથી ભારતીયોને સુરક્ષિત અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને ભારતીય દૂતાવાસ રોમાનિયા અને હંગેરીના રસ્તે ભારતીયોને પાછા લાવવા પર સરકાર કામ કરી રહી છે.





બ્રિટન માટે રશિયન એરસ્પેસ બંધ

યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ બ્રિટનના વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. યુક્રેન સૈન્યએ દાવો કર્યો હતો તેઓ રાજધાની કીવની બહાર રશિયન સૈન્ય સામે લડી રહ્યા છીએ.

રશિયાનો દાવો - યુક્રેનના 18 ટેન્ક નષ્ટ કર્યા

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેમણે યુક્રેનના 18 ટેન્ક નષ્ટ કર્યા છે. તે સિવાય સાત રોકેટ સિસ્ટમ ખરાબ કરી દીધી છે અને 41 મોટર વ્હીકલને નષ્ટ કર્યા છે.

રશિયન આર્મીને રોકવા યુક્રેને પોતાનો જ પુલ ઉડાવ્યો

કીવ પાસે યુક્રેનની સેનાએ જ  પુલ ઉડાવી દીધો હતો. રશિયન આર્મીને કીવમાં પ્રવેશતી રોકવા માટે પુલ ઉડાવી દેવાયો હતો.

રશિયાના જવાનોએ યુક્રેનના 13 જવાનો માર્યા

રશિયાના યુદ્ધજહાજે યુક્રેનના 13 જવાનોને માર્યા હતા.  યુક્રેનના  જવાનોએ સરેન્ડર કરવાનો ઇનકાર કર્યો હતો. વીડિયોમાં સાંભળી શકાય છે કે રશિયન યુદ્ધજહાજ તરફથી સરેન્ડર કરવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ યુક્રેનના જવાનોએ સરેન્ડર કરવાનો ઇનકાર કરતા તમામ  જવાનોને રશિયાએ મારી નાખ્યા હતા.

યુક્રેનનો  દાવો-  રશિયાએ કીવ પર રોકેટથી હુમલો કર્યો

યુક્રેને દાવો કર્યો હતો કે રશિયાએ કીવ પર રોકેટથી હુમલો કર્યો હતો. આ હુમલાની જાણકારી આપતા યુક્રેનના વિદેશ મંત્રી  રશિયાના રાષ્ટ્રપતિને રોકવામાં આવે. રશિયાને તમામ જગ્યાએથી બહાર કરી દેવામાં આવે.

વ્હાઇટ હાઉસ બહાર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું

યુક્રેનના એક લાખ લોકો વિસ્થાપિત થયા

UNHCRના અંદાજ  અનુસાર યુક્રેન અને રશિયા  વચ્ચેના યુદ્ધના કારણે એક લાખ યુક્રેનના લોકો વિસ્થાપિત થયા છે.

રશિયાના 800થી વધુ સૈનિકોને માર્યાનો યુક્રેનનો દાવો

યુક્રેનની સેનાએ દાવો કર્યો હતો કે તેણે યુદ્ધ દરમિયાન રશિયાના 800થી વધુ સૈનિકોને માર્યા છે. તે સિવાય તેણે રશિયાના સાત વિમાન અને  છ હેલિકોપ્ટરને તોડી  પાડ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

રશિયા અને યુક્રેનના યુદ્ધનો  આજે બીજો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર Mykhailo Podolyakએ કહ્યું કે રશિયન આર્મીએ ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. એ કહેવું મુશ્કેલ છે કે પાવર પ્લાન્ટ રશિયનોના હુમલા બાદ  સુરક્ષિત રહ્યો હશે.


દરમિયાન, બ્રિટિશ વડા પ્રધાને ગુરુવારે રશિયા પર નવા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. બ્રિટને અગાઉ પાંચ રશિયન બેંકો અને પુતિનના ત્રણ સહયોગીઓ સામે પ્રતિબંધોની જાહેરાત કરી હતી.


ઉપરાંત  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ગઈકાલે રશિયાની 4 મોટી બેંકો પર પ્રતિબંધની સાથે અન્ય ઘણા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.