Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે હુમલામાં ભારતીય વિદ્યાર્તી નવીન શેખરપ્પાનું મંગળવારે ગોળીબારમાં મોત થયું. તે એમબીબીએસનો વિદ્યાર્થી હતો. નવીન કર્ણાટકનો રહેવાસી છે. નવીનના મોતને 24 કલાકથી વધારે સમય થઈ ગયો છે પણ તેનું શબ કેવી રીતે ભારત લવાશે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.


રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રાલય તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શબને પરત લાવવા મહેનત કરી રહ્યા છે. યુક્રેનની હાલત જોંતા ત્યાં એક પણ એરસ્ટ્રિ નથી. એક વિમાન પણ લેન્ડ કરી શકે તેમ નથી. રશિયાના રાજદૂતે પણ નવીનના મોત પર દુખ વ્યક્ત કર્યુ અને કહ્યું અમે જે હુમલા કરી રહ્યા છે તે માત્ર અને માત્ર સૈન્ય ઠેકાણા પણ છે. રહેણાંક વિસ્તારો કે યુક્રેનના લોકો પર હુમલા નથી કરી રહ્યા. ગઈકાલે કિવ ટીવીના ટાવર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે અંગે પહેલાથી માહિતી આપવામાં આવી હતી.


નવીનના મોતને લઈ પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. પીએમ મોદીએ આ પહેલા પણ યુક્રેનને લઈ ચાર બેઠક કરી ચુક્યા છે. નવીનના નિધન બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ તેના પિતા સાથે વાત કરી. સીએમે કહ્યું, નવીનના મૃતદેહને પરત લાવવાના તમામ પ્રયાસ કરાશે. આ મામલે વિદેશ મંત્રાલયના અદિકારીઓ વાત કરી રહ્યા છે.


ખારકિવને લઈ ભારતીય દૂતાવાસે બહાર પાડી એડવાઈઝરી


યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ખારકિવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક છોડવાની સલાહ આપી છે. એડવાઇઝરી મુજબ  ભારતીય નાગરિકોએ શક્યે તેટલું વહેલું ખારકિવને છોડવું જોઈએ અને બને તેટલી વહેલી તકે પિસોચિન, બેઝલ્યુડોવકા અને બાબાયે તરફ આગળ વધવા જણાવાયું છે.. તેઓએ આજે ​​1800 કલાક (યુક્રેનિયન સમય) સુધીમાં આ વસાહતો પર પહોંચવું આવશ્યક છે.


રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે પણ ભારત માટે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, વધુ એક ભારતીય વિદ્યાર્થીનું યુક્રેન હુમલામાં મોત થયું છે. તે વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. મંગળવારે રશિયન હુમલામાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું નામ નવીન હતું. તે કર્ણાટકનો રહેવાસી હતો.