Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ સતત ચાલુ છે. રશિયાના કબજા હેઠળના ક્રિમિયામાં મોટો વિસ્ફોટ થયો છે. ક્રિમીઆ-રશિયા પુલ પર જોરદાર વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં ઘણું નુકસાન થયું હતું. જ્યારે રોડનો એક ભાગ એક તરફ તૂટી પડતાં ટ્રેનમાં આગ લાગી હતી. જો કે બ્લાસ્ટના કારણો હજુ સુધી જાહેર થયા નથી.


ક્રિમીયાના કેર્ચ પુલ પર શનિવારે વહેલી સવારે ઇંધણની ટાંકીમાં આગ લાગી હતી, રશિયાની આરઆઇએ સમાચાર એજન્સીએ આ અહેવાલ આપ્યો છે. “પ્રાથમિક માહિતી અનુસાર ક્રિમીઆના પુલના એક વિભાગમાં ઇંધણની ટાંકીમાં આગ લાગી હતી, શિપિંગ કમાનોને નુકસાન થયું નથી,” RIAએ સ્થાનિક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે. જે બાદ બ્રિજ પર વાહન વ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. યુક્રેનના મીડિયાએ જણાવ્યું કે સવારે લગભગ 6 વાગ્યે પુલ પર બ્લાસ્ટ થયો હતો.


કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ અચાનક થયો હતો. આગામી થોડા દિવસો સુધી આ બ્રિજ પર કોઈપણ પ્રકારની અવરજવર નહીં થાય. જોકે, એવું માનવામાં આવે છે કે આ હુમલો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં આ અંગે કોઈ જવાબદારી લેવામાં આવી નથી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયાના કબજા હેઠળના ક્રિમિયા પર અનેક વખત હુમલા થયા છે. અગાઉ રશિયાના બ્લેક સી ફ્લીટ પાસે બોમ્બ વિસ્ફોટનો મામલો સામે આવ્યો હતો અને હવે ક્રિમિયાના પુલને નિશાન બનાવવામાં આવ્યા છે.


રશિયાએ ક્રિમીયા પર કબજો કર્યો


2014 માં, રશિયાએ ક્રિમીયા પર રશિયન કબજો સ્થાપિત કર્યો. 27 ફેબ્રુઆરી 2014 ના રોજ, રશિયન દળોએ ક્રિમીયા પર કબજો કર્યો. રશિયન લોકોની બહુમતી ધરાવતું આ શહેર સોવિયત યુનિયનના વિઘટન પછી રશિયા દ્વારા યુક્રેનને સોંપવામાં આવ્યું હતું. કબજા પછી, 16 માર્ચ 2014ના રોજ ક્રિમીયામાં લોકમત યોજાયો હતો અને 21 માર્ચ 2014ના રોજ રશિયાએ ઔપચારિક રીતે ક્રિમીયાને જોડ્યું હતું.


આ પણ વાંચોઃ


Air Force Day: ભારતીય વાયુસેનામાં આવતા વર્ષથી કરાશે મહિલા અગ્નિવીરની ભરતી, જાણો કોણે કરી જાહેરાત


Mercedes EQS 580 EV Review: વાંચો મેડ ઈન ઈન્ડિયા મર્સિડીઝ ઈક્યૂએસ 580 ઈવીનો ફૂલ રિવ્યૂ, નહીં રહે રેન્જની કોઈ ચિંતા