Russia Ukraine War:  રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 40મા દિવસે પણ ચાલુ છે. દરમિયાન, રશિયન સૈનિકોની કત્લેઆમના સંકેતો મળ્યા છે. બુચા શહેરમાં રસ્તાઓ પર અનેક મૃતદેહો જોવા મળ્યા છે. બુચા વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવ્યા બાદ રશિયા પર યુક્રેનથી બુચામાં નરસંહારનો આરોપ લાગ્યો છે. ચર્ચની નજીક લગભગ 45 ફૂટ લાંબુ કબ્રસ્તાન જોવા મળ્યું છે. સેટેલાઇટ ઇમેજમાં યુક્રેનમાં એક ચર્ચના મેદાનમાં ખોદવામાં આવેલી 45 ફૂટ લાંબી ખાઈ બતાવવામાં આવી છે, જ્યાં આ અઠવાડિયે બુચા શહેરમાંથી રશિયન દળોની પીછેહઠ બાદ સામૂહિક કબર મળી આવી હતી એમ એક ખાનગી યુએસ કંપનીએ રવિવારે જણાવ્યું હતું. શનિવારે બુચાની મુલાકાત લેનારા રોઇટર્સના પત્રકારોએ રાજધાની કિવથી 37 કિમી ઉત્તર-પશ્ચિમમાં શહેરની શેરીઓમાં મૃતદેહો પડેલા જોયા. એક ચર્ચમાં હજુ પણ સામૂહિક કબર મળી આવી હતી.


ચર્ચની નજીક 45 ફૂટ લાંબુ કબ્રસ્તાન


યુક્રેને રવિવારે રશિયન સેના પર શહેરમાં નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. યુક્રેને દાવો કર્યો છે કે યુક્રેનિયન સૈનિકોએ કિવની આસપાસના વિસ્તારો પર ફરીથી કબજો કરી લીધો છે. યુક્રેનની સેટેલાઇટ ઇમેજ ભેગી કરતી અને પ્રકાશિત કરતી મેક્સાર ટેક્નૉલોજિસે જણાવ્યું હતું કે ચર્ચ ઑફ સેન્ટ એન્ડ્રુ અને પિરવોઝવનોહ ઓલ સેન્ટ્સ ખાતે સામૂહિક કબર માટે ખોદકામના પ્રથમ સંકેતો 10 માર્ચે જોવા મળ્યા હતા. મેક્સોર જણાવે છે કે 31 માર્ચના રોજનું સૌથી તાજેતરનું કવરેજ ચર્ચની નજીકના વિસ્તારની દક્ષિણપશ્ચિમમાં લગભગ 45 ફૂટ લાંબી ખાઈ સાથે કબરની જગ્યા દર્શાવે છે. જો કે, સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા આ તસવીરોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવી ન હતી. મેક્સર દ્વારા પ્રસારિત કરાયેલા ફોટોગ્રાફ્સ એક જ ચર્ચના હતા કે કેમ તે સ્પષ્ટ નથી.


રશિયા પર બુચામાં નરસંહારનો આરોપ


બીજી તરફ રશિયાએ નરસંહારના આરોપોને નકારી કાઢ્યા છે. યુક્રેનનો આરોપ છે કે રશિયન સૈનિકોએ બુચામાં એક પ્રકારનો નરસંહાર કર્યો છે. રાજધાની કિવથી 37 કિમી દૂર સ્થિત બુચા શહેરમાંથી આવી તસવીરો બહાર પાડવામાં આવી છે, જેમાં સામાન્ય લોકોના વિકૃત મૃતદેહો રસ્તા પર પડેલા જોઈ શકાય છે. બીજી તરફ પશ્ચિમી દેશોએ પણ આ હેરાન કરનારી તસવીરોની આકરી ટીકા કરી છે. જર્મની સહિત અન્ય ઘણા દેશોએ રશિયા પરના પ્રતિબંધોને વધુ કડક કરવાની ચેતવણી આપી છે.