WWE રેસલમેનિયામાં સોશિયલ મીડિયા સ્ટાર લોગન પોલનું ડેબ્યૂ ચોંકાવનારું હતું. શોમાં એન્ટ્રી દરમિયાન તે દુનિયાનું સૌથી મોંઘુ પોકેમોન કાર્ડ પહેરેલો જોવા મળ્યો હતો. તેની કિંમત 45 કરોડ રૂપિયાથી વધુ જણાવવામાં આવી રહી છે. આ એક ખૂબ જ દુર્લભ પીકાચુ ગ્રાફિક કાર્ડ છે.


WWEએ તેના ઓફિશિયલ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. આમાં, 27 વર્ષીય અમેરિકન યુટ્યુબર એરેનામાં પ્રવેશતો જોવા મળે છે. આ દરમિયાન તેના ગળામાં પોકેમોન ટ્રેડ કાર્ડ લટકતું જોવા મળે છે. તેને તેના કાર્ડ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.


ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, લોગન પૉલને આ પ્રખ્યાત PSA ગ્રેડ 10 પીકાચુ ઇલસ્ટ્રેટર કાર્ડ રૂ. 40 કરોડના રેકોર્ડ-બ્રેકિંગ વેપાર પછી મળ્યું છે. પૌલે આ કાર્ડ 22 જુલાઈ 2021ના રોજ ખરીદ્યું હતું. આ સૌથી મોંઘું પોકેમોન ટ્રેડ કાર્ડ છે જે તમે ખાનગી વેચાણમાં ખરીદી શકો છો.


તમને જણાવી દઈએ કે PSA ગ્રેડ 10 Pikachu Illustrator કાર્ડ મેળવવા માટે લોગન પૉલને તેમનું PSA ગ્રેડ 9 Pikachu Illustrator કાર્ડ આપવું પડ્યું હતું. જેને તેણે ઈટાલીના મેટ એલન પાસેથી લગભગ 9.6 કરોડમાં ખરીદ્યો હતો. આ સિવાય તેણે ગ્રેડ 10ના કાર્ડ માટે પણ લગભગ 30 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. જો કે, પીએસએની પ્રાઇસ ગાઇડ મુજબ, તેની કિંમત લગભગ 45 કરોડ રૂપિયા છે.






લોગન પૉલે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પીકાચુ ચિત્રકાર વિશ્વનું સૌથી પ્રતિકાત્મક અને અત્યંત દુર્લભ પોકેમોન કાર્ડ છે. 1998 ની ચિત્ર સ્પર્ધાના માત્ર 39 વિજેતાઓને તે મળ્યું. તેમાંથી માત્ર એકને જ પરફેક્ટ 10 ગ્રેડ મળ્યો છે. જે લોગન પોલે ખરીદ્યું હતું.