Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા યુદ્ધને 15 દિવસ થઈ ચુક્યા છે. જેમ યુદ્ધ આગળ વધતું જાય છે, એમ બંને દેશો વચ્ચે થઈ રહેલું નુકસાન પણ વધી રહ્યું છે. યુક્રેન આ યુદ્ધમાં રશિયાને જબરદસ્ત ટક્કર આપી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. યુક્રેને દાવો કર્યો છે કે, તેમણે રશિયાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ સ્થિતિ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયાની સેનાના 8 ટોચના અધિકારીઓને હટાવી દીધા છે. 


બ્રિટેને દાવાને સાચો ગણાવ્યોઃ
યુક્રેને કહ્યું છે કે, પુતિને પોતાની આર્મીના 8 ટોચના અધિકારીઓને એટલા માટે હટાવ્યા છે કે, રશિયાની ખુફિયા એજન્સી એફએસબી યુક્રેન માટે સારી રણનીતિ નથી બનાવી શકી અને સાથે જ અંદરની ખુફિયા જાણકારી પણ નથી મેળવી શકી. જો કે, રશિયાએ આ કાર્યવાહીની પુષ્ટી નથી કરી પણ બ્રિટનના કેટલાક એક્સપર્ટ યુક્રેનના આ દાવાને સાચો ગણાવી રહ્યા છે. 


યુક્રેન સાથે આટલી લાંબી ટક્કરની નહોતી આશાઃ
ઉલ્લેખનીય છે કે, રશિયાને યુક્રેનમાં એટલી ઝડપથી સફળતા નથી મળી જેટલી ઝડપથી સફળતા મળવાનું તેમનું અનુમાન હતું. યુદ્ધ લાંબુ ખેંચાઈ રહ્યું છે જેમાં રશિયાને ઘણું નુકસાન પણ ઉઠાવવું પડી રહ્યું છે. 15 દિવસ બાદ પણ યુક્રેનના ઘણા શહેર હજી પણ રશિયાના કબ્જામાં નથી આવ્યા. રશિયાએ ઘણા પડકારોનો સામનો પણ કરવો પડી રહ્યો છે. મળી રહેલા રિપોર્ટ મુજબ યુક્રેનની સુરક્ષા પરીષદના પ્રમુખ ઓલેક્સી ડૈનિલોવનો દાવો છે કે, યુક્રેનમાં મળી રહેલી અસફળતાથી પુતિન રશિયાની ખુફિયા એજન્સી એફએસબીના કમાંડરોથી નારાજ છે. પુતિને એવું કહેવામાં આવ્યું હતું કે, યુક્રેન શક્તિશાળી નથી. પણ યુક્રેન રશિયાને ટક્કર આપી રહ્યું છે. 


આ પણ વાંચોઃ


PM મોદીને એરપોર્ટ પર આવકારવા કયા એક જ મંત્રીને રખાયા હાજર, બીજું કોણ રહ્યું હાજર? જુઓ તસવીરો