Russia Ukraine Conflict: રશિયા અને યૂક્રેન વચ્ચેનુ યુદ્ધ દિવસે દિવસે ઘાતક થઇ રહ્યું છે. એકબાજુ રશિયન સેના તાબડતોડ રીતે યૂક્રેનના શહેરોમાં બૉમ્બમારો કરી રહી છે, તો બીજીબાજુ નાટો દેશો અને અમેરિકા-યૂરોપિયન યૂનિયન યૂક્રેનને હથિયારો સપ્લાય કરીને મદદ કરી રહ્યાં છે. હવે આ યુદ્ધમાં યૂક્રેન માટે માઠા સમાચાર સામે આવ્યા છે, અમેરિકાએ ફાઇટર જેટ્સ આપવાની ના પાડી દીધી છે. જોકે અન્ય હથિયારો આપવાનુ ચાલુ રાખશે.
અમેરિકાએ યૂક્રેનને પોતાના બેઝ દ્વારા મિગ ફાઇટર જેટ્સ મોકલવાના પ્રસ્તાવનો ગુરુવારે ફગાવી દીધો. અમેરિકન વિદેશ વિભાગનુ આની પાછળ એવુ કહેવુ છે કે રશિયન આક્રમણને રોકવા માટે જમીન પર હથિયારોના પુરવઠાથી બેસ્ટ કીવના પ્રયાસો રહેશે.
યૂક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વારંવાર વૉશિંગટન અને નાટો પાસે વિમાનો મોકલવા કે રશિયન હવાઇ હુમલાથી બચવા માટે યુદ્ધગ્રસ્ત પશ્ચિમી સહયોગી પર નો ફ્લાય ઝૉન જાહેર કરવા માટે આગ્રહ કર્યો છે. વળી, અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે વૉશિંગટનમાં પત્રકારોને બતાવ્યુ કે રશિયન સૈનિકો પર પલટવાર કરવા માટે યૂક્રેનની જમીન આધારિત ડિફેન્સ સિસ્ટમ વધુ કારગર છે. તેમને કહ્યું કે અમે યૂક્રેનને જમીન પરથી હવામાં માર કરવા માટે રૉકેટ અને મિસાઇલ સિસ્ટમ આપવાનુ ચાલુ રાખીશુ. જેથી તે રશિયન મિસાઇલ, રશિયન રૉકેટો અને તોપથી થનારા હુમલાનો સામનો કરી શકે.
પ્રાઇસે કહ્યું કે, યૂક્રેનની પાસે પહેલાથી જ કેટલાય સ્ક્વાડ્રન વિમાન છે. પરંતુ અમેરિકા જો યૂક્રેનને મિગ ફાઇટર કે કોઇ અન્ય બીજા વિમાનો મોકલે છે, તો મૉસ્કો તેને અલગ રીતે જોશે અને આનાથી સંઘર્ષ વધી જશે. આવામાં અમારી કોશિશ છે કે અમે દરેક પ્રયાસ કરી રહ્યાં છીએ જેનાથી સંઘર્ષ ખતમ થઇ શકે.
આ પણ વાંચો.........
ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ
વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ
Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે
Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ
પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર