Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની સેના યુક્રેનના પૂર્વ-દક્ષિણના શહેરો પર સતત હુમલા કરી રહી છે. રશિયાની સેનાએ સોમવારે ડોનેસ્ક ક્ષેત્રના ટોરેસ્ક શહેર પર ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રાજદ્રોહના આરોપસર તેમના સુરક્ષા વડા ઇવાન બાકાનોવ અને હાઇ-પ્રોફાઇલ પ્રોસિક્યુટર જનરલ એરિના વેંડિકાટોવાને બરતરફ કર્યા હતા.
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ બંને પર દેશદ્રોહ દ્વારા બરતરફ કરવાનો અને વિભાગ તથા અન્ય કાયદા અમલીકરણ સંસ્થાઓના લોકો સાથે જોડાણ કરવાનો આરોપ લગાવ્યો છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, પ્રોસિક્યુશન ઓફિસ અને એસબીયુ (સ્ટેટ સિક્યુરિટી સર્વિસ)ના 60થી વધુ કર્મચારીઓ કબજા હેઠળના વિસ્તારમાં છે અને તેમણે દેશની વિરુદ્ધ કામ કર્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા મથકો વિરુદ્ધ આવા ગુનાઓ અને યુક્રેનિયન સુરક્ષા દળો અને રશિયન વિશેષ સેવા વચ્ચેના સંબંધો ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. રશિયન દળોએ સોમવારે પૂર્વી યુક્રેનના શહેરોમાં પણ તોપમારો કર્યો હતો. અહીં ટોરેસ્ક શહેર પર થયેલા ગોળીબારમાં બે માળનું મકાન નષ્ટ થઈ ગયું હતું. બચાવ ટીમે ઘરમાંથી પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે.
બાકાનોવ ઝેલેન્સ્કીનો બાળપણનો મિત્ર
રાષ્ટ્રપતિએ હકાલપટ્ટી કરેલા એસબીયુના વડા ઇવાન બાકાનોવ ઝેલેન્સ્કીના બાળપણના મિત્ર રહ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ભૂતપૂર્વ વ્યવસાયિક ભાગીદાર પણ હતા. યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી જ બાકાનોવ પર ગંભીર આરોપ લાગ્યા છે. ઝેલેન્સ્કી ગયા મહિનાથી જ તેનો વિકલ્પ શોધી રહ્યો હતા. રાષ્ટ્રપતિએ ઇરિયાના વેન્ડિકકાટોવાને હાઇ-પ્રોફાઇલ મુખ્ય પ્રધાન પદેથી બરતરફ કર્યા હતા, અને તેમના સ્થાને તેમના સહાયક ઓલેક્સિયા સિમોનેન્કોને હાઇ-પ્રોફાઇલ બનાવ્યા હતા.
યુક્રેનિયન સેનાએ 38,000 થી વધુ રશિયન સૈનિકોને કર્યા ઠાર
રશિયાની આ કાર્યવાહીનો યુક્રેને પણ જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા 24 કલાકમાં યુક્રેનની સેનાએ રશિયાના 160થી વધુ સૈનિકોને ઠાર માર્યા છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં યુક્રેનમાં 17 જુલાઈ સુધી લગભગ 38,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે.