Russia-Ukraine War: સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેનમાંથી રશિયન સૈનિકોને તાત્કાલિક પાછા બોલાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. યુક્રેન માટે આ ચોક્કસપણે સારા સમાચાર છે, પરંતુ આ વખતે પસાર થયેલો ઠરાવ યુક્રેન માટે ઘટતા સમર્થનને પણ પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસ્તાવને 93 દેશોનો ટેકો મળ્યો જ્યારે 18 દેશોએ તેનો વિરોધ કર્યો અને 65 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. તેનો અર્થ એ કે લગભગ 83 દેશો યુક્રેન સાથે ઉભા રહ્યા નહોતા. યુક્રેન ત્રણ વર્ષથી યુદ્ધનો સામનો કરી રહ્યું છે. યુક્રેનમાં યુદ્ધ તાત્કાલિક બંધ કરવાની માંગણી કરતો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આ ઠરાવ કાઉન્સિલ દ્વારા પસાર કરવામાં આવ્યો છે, જેમાં યુક્રેનમાં યુદ્ધ તાત્કાલિક બંધ કરવા અને બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપવાની હાકલ કરવામાં આવી છે. 15 સભ્યોની પરિષદના દસ સભ્યોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે ફ્રાન્સ સહિત પાંચ દેશો મતદાનથી દૂર રહ્યા. ભારત યુએનજીએમાં પ્રસ્તાવોથી દૂર રહ્યું હતું જ્યારે અમેરિકાએ રશિયાનો પક્ષ લીધો હતો.
અત્યાર સુધી UNSC યુદ્ધ પર કોઈ કાર્યવાહી કરવામાં અસમર્થ રહ્યું છે કારણ કે રશિયા અને તેના સાથીઓ તેના પર વીટો કરતા આવ્યા છે. આ પ્રસ્તાવ અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેના પર વીટો પાવર ધરાવતા ફ્રાન્સ સિવાય બ્રિટન, ડેન્માર્ક, ગ્રીસ અને સ્લોવેનિયા જેવા દેશોએ મતદાનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.
UNSC દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં શું કહેવામાં આવ્યું છે?
સંયુક્ત રાષ્ટ્રમાં કાર્યકારી અમેરિકાના રાજદૂત ડોરોથી શીયાએ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે "આ પ્રસ્તાવથી આપણએ શાંતિના માર્ગે જઇ શકીશું. આ પહેલું પગલું છે, પરંતુ એક મહત્વપૂર્ણ પગલું છે જેના પર આપણે બધાએ ગર્વ કરવો જોઈએ." ઠરાવમાં જણાવાયું છે કે સંયુક્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાનો છે. આ ઠરાવમાં વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ, યુદ્ધનો તાત્કાલિક અંત અને કાયમી શાંતિની હાકલ કરવામાં આવી છે.
યુએનજીએમાં અમેરિકાને સમાધાન કરવું પડ્યું!
યુએનજીએ દ્વારા યુદ્ધ રોકવાની માંગ સાથે બે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે. આનાથી યુક્રેનમાં યુદ્ધ રોકવાનો માર્ગ મોકળો થયો છે. અમેરિકા અને યુરોપ વચ્ચે ચાલી રહેલો તણાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ જોવા મળ્યો, જ્યાં અમેરિકાને પોતાના પ્રસ્તાવ પર સમાધાન કરવું પડ્યું. યુક્રેન પર રશિયન હુમલાની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે યુરોપિયન દેશોએ યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરતો ઠરાવ રજૂ કર્યો, જેમાં રશિયાની વ્યાપક ટીકા કરવામાં આવી હતી
અમેરિકા, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા સહિત 18 દેશોએ રશિયાને ટેકો આપ્યો અને યુરોપ અને યુક્રેન દ્વારા રજૂ કરાયેલા ઠરાવની વિરુદ્ધ મતદાન કર્યું, જે યુક્રેન યુદ્ધ સામે ટ્રમ્પ વહીવટીતંત્રના નીતિ પરિવર્તનનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
‘…તો હું રાજીનામું આપી દઇશ’, ઝેલેન્સકીએ રાષ્ટ્રપતિનું પદ છોડવા માટે રાખી આ શરત