Russia Ukraine War :રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. યુદ્ધનો 24મો દિવસ ચાલી રહ્યો છે. રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળી રહ્યો છે. યુક્રેનના લોકોને અન્ય દેશોમાં જવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ યુદ્ધમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, વીડિયોમાં બોમ્બ ડિસ્પોઝલના બે કર્મચારીઓ રશિયન બોમ્બને ડિફ્યુઝ કરતા જોવા મળે છે.
રશિયન બોમ્બને ડિફ્યુઝ કરવાની રીત અદ્ભુત હતી. તે માત્ર પાણીની બોટલની મદદથી ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. 31 સેકન્ડની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેને માત્ર થોડા કલાકોમાં 3.2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. રશિયા તરફથી છોડવામાં આવેલ રોકેટ વિસ્ફોટ થયા વિના જમીન પર પડેલું જોવા મળ્યું હતું. જેને બોમ્બ ડિસ્પોઝલના જવાનોએ ડિફ્યુઝ કર્યું હતો. જુઓ આ વિડીયો
આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે બોમ્બને ડિફ્યુઝ કરવાની પ્રક્રિયા. આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. ઘણા યુઝર્સે આના પર સવાલ પણ ઉઠાવ્યા છે કે તે ખતરનાક સાબિત થઈ શકે છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, આ વીડિયો જોતા જ મારો શ્વાસ થંભી ગયો.
યુક્રેનના Mariupol શહેરમાં ભૂખમરાના કારણો લોકોના થઈ રહ્યા છે મોત
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 25મો દિવસ છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના ઘણા મોટા શહેરોને તબાહ કર્યા છે. ચિંતાની વાત એ છે કે યુદ્ધના 25 દિવસ પછી પણ કોઈ પક્ષ ઝૂકવા તૈયાર નથી. આ જ કારણ છે કે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બંને દેશો પીછેહઠ કરવા સંમત નથી. પરિણામે સ્થિતિ વધુ વિકટ બની રહી છે. યુક્રેનના ઘણા શહેરોમાં લડાઈ ચાલુ છે. રશિયાએ યુક્રેનિયન શહેર મેરીયુપોલને ચારે બાજુથી ઘેરી લીધું છે અને ત્યાં સતત લડાઈ ચાલી રહી છે.