Russia-Ukraine War- રશિયા અને યૂક્રેન યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 25 દિવસના યુદ્ધ બાદ પણ પુતિન યૂક્રેન પર કબજો નથી જમાવી શક્યો, આ વાતને લઇને તે ગુસ્સામાં છે. હવે પુતિને યૂક્રેન જીતવા માટે આક્રમક વલણ અપનાવ્યુ છે, રિપોર્ટ છે કે પુતિને પોતાના સેનાને પરમાણુ યુદ્ધ માટેની ડ્રિલના આદેશ આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે પુતિન યુક્રેન મુદ્દે આક્રમક છે એ વાતનો સંકેત તેમને યુદ્ધમાં હાઇપરસૉનિક મિસાઇલની એન્ટ્રીથી આપી દીધો છે. જો પુતિન યૂક્રેન પર પરમાણુ એટેક કરે છે તો સમગ્ર દુનિયામાં અફડાતફડી મચી જશે.  


બ્રિટેનની ઘણાબધા મીડિયા રિપોર્ટમાં ટેલીગ્રામ ચેનલોના હવાલાથી એ દાવો કરવામાં આવ્યો છે કે પુતિન પરમાણુ વૉર ડ્રીલ માટેના આદેશ આપી દીધા છે, અને પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે. એક તરફ જ્યાં રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધને પુરુ કરવા માટે વાતચીત ચાલી રહી છે તો બીજી તરફ આ યુદ્ધમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ થવાનું જોખમ વધવાની આશંકા છે. આ વાતથી સ્પષ્ટ રીતે એવા સંકેત મળી રહ્યા છે કે, પુતિન પરમાણુ યુદ્ધ તરફ વધી રહ્યા છે. ન્યૂકલિયર વોર ઈવેક્યુએશન ડ્રિલની રિપોર્ટે ક્રેમલિનના અધિકારીઓને ચોંકાવી દીધા છે. 


ખરેખરમાં, એક દિવસ અગાઉ જ રશિયન સૈનિકોએ પશ્ચિમી યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુક્રેનનું હથિયારોથી ભરેલું અંડરગ્રાઉન્ડ સ્ટેશન નષ્ટ થઈ ગયું હતું. યુક્રેને પણ દાવો કર્યો છે કે, રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 112 નિર્દોષ લોકોના જીવ ગયા છે.


આ પણ વાંચો........... 


Krishi Vigyan Kendra: આ વિજ્ઞાન કેન્દ્રોને કૃષિ પ્રણાલીની કહે છે કરોડરજ્જુ, જાણો ગુજરાતમાં કેટલા છે ?


શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા


Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ


Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી


Hotel Management: 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાવવા માંગો છો તો 12મું પાસ કર્યા બાદ કરો આ કોર્સ, દેશમાં જ નહીં વિદેશમાં પણ મળશે નોકરી


હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ