મોસ્કોઃ સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. ત્યારે કોરોનાની રસીને રશિયાને મોટી સફળતા મળી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, દેશમાં તૈયાર કરાયેલી કોરોનાની રસીના ઉપયોગ માટે રજિસ્ટ્રેશ થઈ ગયું છે અને તેમની દીકરીને રસી આપવામાં આવી છે. ત્યારે આ સમાચારને લઈને દેશ-દુનિયામાં ખુશીની લહેર ફરી વળી છે.


હવે સામાન્ય લોકોને રસી ક્યારે મળશે, તેને લઈને ચર્ચા થઈ રહી છે. રશિયન અધિકારીઓએ જણાવ્યું કે, ચિકિત્સા કર્મચારી, શિક્ષક અને અન્ય સૌથી વધુ રિસ્ક ધરાવતી વ્યક્તિઓને પહેલા રસી આપવામાં આવશે. આ પછી સામાન્ય લોકોને રસી આપવામાં આવશે.

ન્યૂઝ એજન્સી એપી પ્રમાણે, મંગળવારે એક સરકારી અધિકારીઓની બેઠકમાં પુતિને કહ્યું હતું કે, રસી પરીક્ષણ દરમિયાન તેનું પરિણામ સારું આવ્યું છે, જે કોરોના વાયરસ સામે રક્ષણ આપે છે. પુતિને ભાર આપ્યો હતો કે, રસી જરૂરી પરીક્ષણોમાંથી પસાર થઈ છે. તેમણે કહ્યું કે, તેમની બે દીકરીમાંથી એકને રસી આપવામાં આવી છે અને તે સારો અનુભવ કરી રહી છે.

પુતિને જણાવ્યું હતું કે, આ રસી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે અને હું ફરીથી એ કહેવા માંગુ છે કે, તે તમામ સુરક્ષા માપદંડોમાં પાર ઉતરી છે. નોંધનીય છે કે, કેટલાય વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતે કે, રશિયા રસીને લઈને વધુ પડતી ઉતાવળ કરી રહ્યું છે.