Ukraine Russia War Live: યુક્રેનની રાજધાની કીવ એરપોર્ટ પાસે મોટો વિસ્ફોટ, અનેક ઇમારતોને થયું નુકસાન

રશિયા-યુક્રેન બોર્ડર પર છેલ્લા બે દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર છોડવામાં આવેલી મિસાઈલમાં 137 લોકોના મોત થયા છે

gujarati.abplive.com Last Updated: 26 Feb 2022 02:48 PM
રશિયાએ હુમલાઓ વધાર્યા

રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં  હુમલાઓ વધારી દીધા છે. કીવ એરપોર્ટ નજીક જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટથી ઘણી ઈમારતોને નુકસાન થયું છે. આજે અગાઉ, રશિયન એરક્રાફ્ટે કોનોટોપમાં બે વિસ્ફોટ કર્યા હતા. એવી આશંકા છે કે રશિયા ખાર્કિવ એરપોર્ટ પર પણ હુમલો કરી શકે છે.

એર ઇન્ડિયાનુ વિમાન રોમાનિયા પહોંચ્યું

ભારતીયોને વતન પર  લાવવા માટે એર ઇન્ડિયાનુ વિમાન રોમાનિયાના બુકારેસ્ટ પહોંચ્યું છે.  આ પ્લેન આજે વહેલી સવારે મુંબઈથી રવાના થયું હતું. બુકારેસ્ટથી ભારતીયોને એરલિફ્ટ કર્યા બાદ આ પ્લેન મુંબઈ પરત ફરશે. આ પ્લેન બોઈંગ 787 છે અને તેમાં 250 થી વધુ મુસાફરોને લઈ જઈ શકે છે.

બલ્ગેરિયાએ તેની એરસ્પેસ રશિયા માટે બંધ કરી

યુક્રેન પર આક્રમણ કરવું રશિયા માટે મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે દુનિયાભરના દેશો તેનો વિરોધ કરી રહ્યા છે. બુલ્ગેરિયાએ પણ રશિયન એરક્રાફ્ટ માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે.

યુક્રેનના 137 જવાન માર્યા ગયા

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે  ત્રણ દિવસના યુદ્ધમાં તેમના 137 હીરોએ જીવ ગુમાવ્યો છે. જેમાં 10 સૈન્ય અધિકારીઓ હતા. યુક્રેનના સૈન્યએ દાવો કર્યો હતો કે તેમણે 1000થી વધુ રશિયન સૈનિકોને માર્યા છે.


 રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેઓએ યુક્રેનમાં 211 સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે. બીજી તરફ યુક્રેન દાવો કર્યો હતો કે તેમણે ઓછામાં ઓછી 80 રશિયન ટેન્ક, 516 બખ્તરબંધ વાહનો, 7 હેલિકોપ્ટર, 10 એરક્રાફ્ટ અને 20 ક્રૂઝ મિસાઇલોનો નાશ કર્યો છે.

યુક્રેનનો દાવો- 60 રશિયન સૈનિકોને માર્યા

 યુક્રેનિયન સૈન્યએ જણાવ્યું હતું કે હુમલાના બીજા દિવસે 25 ફેબ્રુઆરીએ કિવમાં 60 રશિયન સૈનિકો માર્યા ગયા છે. રશિયન સૈનિકો કિવથી 40 કિલોમીટર દક્ષિણમાં વાસિલ્કિવમાં પ્રવેશ્યા હતા. યુક્રેન સૈનિકોની રશિયન સૈનિકો સાથે અથડામણ થઈ હતી. યુક્રેને દાવો કર્યો હતો કે રશિયન પેરાટ્રૂપર્સે શહેર વાસિલ્કિવ પર હુમલો કર્યો હતો. આમાં યુક્રેનની સેનાએ તેને જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારતે શું કહ્યું

સુરક્ષા પરિષદમાં ભારતના પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે, યુક્રેનમાં તાજેતરની ઘટનાઓથી ભારત ખૂબ જ વ્યથિત છે. અમે વિનંતી કરીએ છીએ કે હિંસાને તત્કાળ સમાપ્ત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવે. અમે ભારતીય સમુદાયના કલ્યાણ અને સલામતી અંગે ચિંતિત છીએ, જેમાં યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ કારણોસર ભારતે આ પ્રસ્તાવથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.

યુએનમાં રશિયાની નિંદા કરતા ઠરાવ પર ભારત-ચીને મતદાન ન કર્યું

યુએન સિક્યુરિટી કાઉન્સિલે શુક્રવારે યુક્રેન પરના રશિયન હુમલાને રોકવા અને સૈન્ય પાછી ખેંચવાના ઠરાવ પર મતદાન કર્યું હતું. આ દરમિયાન રશિયાએ આ પ્રસ્તાવને વીટો કરી દીધો હતો. રશિયા પણ સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી એક છે. બીજી તરફ, ભારત, ચીન અને યુએઈએ હુમલાની નિંદા કરતા મતદાનમાં ભાગ લીધો ન હતો. યુક્રેન પરના હુમલા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજૂ કરાયેલા ઠરાવના સમર્થનમાં 15માંથી 11 સભ્ય દેશોએ મતદાન કર્યું હતું. રશિયાએ આ પ્રસ્તાવ સામે વીટોનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ ભારત, ચીન અને UAEએ મતદાનમાં ભાગ લીધો ન હતો. પશ્ચિમી દેશોએ કહ્યું કે આ દરખાસ્ત યુક્રેન વિરુદ્ધ આક્રમકતા અને કાર્યવાહી માટે વૈશ્વિક મંચ પર રશિયાને અલગ બતાવવાનો પ્રયાસ છે.

બ્રેકગ્રાઉન્ડ

Ukraine Russia War Live: રશિયા-યુક્રેન બોર્ડર પર છેલ્લા બે દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર છોડવામાં આવેલી મિસાઈલમાં 137 લોકોના મોત થયા છે, જ્યારે યુક્રેનનો પણ દાવો છે કે તેણે 800 રશિયન સૈનિકોને માર્યા છે. વાસ્તવમાં બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. જે બાદ રશિયાએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. છેલ્લા બે દિવસથી રશિયા યુક્રેન પર સતત મિસાઈલોથી હુમલો કરી રહ્યું હતું.


જો કે ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર રશિયન અને યુક્રેનની સરકારોએ શુક્રવારે વાતચીતના સંકેત આપ્યા  હતા. મંત્રણા માટે સમય અને સ્થળ અંગે નિર્ણય લેવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.