Russia Luna-25 Moon Mission: રશિયાના ચંદ્ર મિશનને મોટો ઝટકો લાગ્યો છે. તેનું અવકાશયાન Luna-25 સોમવારે ચંદ્રની સપાટી પર ઉતરવાની તૈયારીમાં ક્રેશ થયું છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.એજન્સીએ જણાવ્યું કે લુના-25 પ્રોપલ્શન મેન્યુવર દરમિયાન ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું. જેના કારણે તે ક્રેશ થયું હતું.
11 ઓગસ્ટે રશિયાએ લોન્ચ કર્યુ હતું Luna 25
રશિયાએ 50 વર્ષ પછી બીજી વખત ચંદ્ર મિશન શરૂ કર્યું, જે 21 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું. જો કે, રોસકોસમોસ અનુસાર, લુના-25 સ્ટેશન ચંદ્ર સાથે અથડાયું, જેના કારણે મિશન નિષ્ફળ ગયું. રશિયાએ 11 ઓગસ્ટના રોજ Luna-25 લોન્ચ કર્યું હતું.
રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે કહ્યું કે શનિવારે ચંદ્ર પર ઉતરતા પહેલા લૂના-25ની તપાસ દરમિયાન ઈમરજન્સીની જાણ થઈ હતી.લૂના-25 21 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું. રશિયન સ્પેસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેન્ડિંગ પહેલા તેને ભ્રમણકક્ષામાં મોકલવા માટે આજે બપોરે થ્રસ્ટ છોડવામાં આવ્યો હતો. આ દરમિયાન ઓટૉમેટિક સ્ટેશન પર ઇમર્જન્સીની સ્થિતિ સર્જાઈ અને તેના કારણે મિશનનો મેન્યૂવર પુરો થઈ શક્યો નહોતો.
લુના-25નું ક્રેશ રશિયા માટે મોટો ફટકો છે. 1976 પછી આ પહેલું મિશન હતું જે રશિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. સોવિયત સંઘના પતન પછી, રશિયાએ કોઈ ચંદ્ર મિશન શરૂ કર્યું ન હતું. ફ્રેન્ચ હવામાનશાસ્ત્રી અને ઉલ્કાના સંશોધક ફ્રેન્ક માર્ચિસના જણાવ્યા અનુસાર, સોફ્ટવેરની ખામીએ રોસકોસમોસના સપનાને ચકનાચૂર કરી દીધા હતા. જેના કારણે લુના-ગ્લોબ લેન્ડર બરબાદ થઈ ગયું હતું. તેમના કહેવા પ્રમાણે, નિર્ણાયક ભ્રમણકક્ષામાં ગોઠવણ દરમિયાન અણધાર્યા લાંબા એન્જિન ઓવરફાયરથી ચંદ્ર પર તેનું ભાવિ સીલ થઈ ગયું. ટેકનિકલ ખામી બાદ લગભગ 10 કલાક સુધી લુના-25 સાથે કોઈ સંપર્ક થયો ન હતો.
જૂનમાં, રોસકૉસમૉસના વડા યુરી બોરીસોવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે આવા મિશન જોખમી છે અને તેમની સફળતાની શક્યતા લગભગ 70 ટકા છે. રોસકૉસ્મોસે જણાવ્યું હતું કે લેન્ડિંગ માટે ભ્રમણકક્ષામાં જતા પહેલા લૂના-25 અવકાશયાનને ‘અસામાન્ય પરિસ્થિતિ’નો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ
આ ફૂલો ચઢાવવાથી જલદી પ્રસન્ન થાય છે ભોળાનાથ, તમે પણ જાણી લો મહાદેવને પ્રિય ફૂલ