નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણ રોકવા માટે સાઉદી આરબે એક મોટો નિર્ણય લીધો છે. હાલમાં રમજાનનો મહિનો ચાલી રહ્યો છે, અને મહિનાના અંતમાં ઇદ અલ ફિતરનો તહેવાર છે, જેને ધ્યાનમાં રાખીને આખા દેશમાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી દીધી છે.
સાઉદી આરબે ઇદના તહેવાર પ્રસંગે દેશમાં 5 દિવસ સુધી પુરેપુરુ એટલે કે 24 કલાક સુધી લૉકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. દેશમાં 23 મેથી 27 મે સુધી (5 દિવસ) લૉકડાઉન રહેશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં સાઉદી આરબમાં સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઘરોમાથી બહાર નીકળવાની છુટ છે, અને ઇદ પહેલા આ ચાલુ રહેશે. સાઉદી આરબએ 23 મેથી 27 મે સુધી ઇદના તહેવાર સમયે પાંચ દિવસની રજા રહેશે.
એએનઆઇએ સાઉદી આરબની સરકારી ન્યૂઝ એજન્સીના હવાલાથી જણાવ્યુ કે કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ પ્રતિબંધ રમજાનના અંત સુધી ચાલુ રહેશે. રમજાન 30 અને શવ્વાલ 4 (23-27 મે)ની વચ્ચે કોઇપણ ગતિવિધિ પર પુરેપુરો પ્રતિબંધ રહેશે.
ખાસ વાત છે કે, ઐતિહાસિક મક્કા શહેરમાં પહેલાથી જ પુરેપુરુ લૉકડાઉન છે, અને આગળ પણ ચાલુ રહશે. એકલા મક્કા શહેરમાં 9 હજારથી વધુ કેસો નોંધાઇ ચૂક્યા છે. આ શહેર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયુ છે.
સાઉદી આરબમાં ઇદ પર કર્ફ્યૂની જાહેરાત, મક્કા સહિત આખા દેશમાં 24 કલાક રહેશે લૉકડાઉન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 May 2020 10:17 AM (IST)
સાઉદી આરબે ઇદના તહેવાર પ્રસંગે દેશમાં 5 દિવસ સુધી પુરેપુરુ એટલે કે 24 કલાક સુધી લૉકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. દેશમાં 23 મેથી 27 મે સુધી (5 દિવસ) લૉકડાઉન રહેશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -