વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડમાં રહી ચૂકેલા અને કોરોનાની રસી શોધવાનું કામ કરી રહેલી ઇન્ટરનેશનલ ટીમનું નેતૃત્વ કરી રહેલાં જેન હાલ્ટનનું કહેવું છે કે કોરોના લક્ષણો પ્રમાણે તેનો અક્સિર ઈલાજ મળવો ઘણો મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે વિજ્ઞાનજગતે કોરોના માટે પ્લાન બી પણ તૈયાર રાખવો જોઈએ. શક્ય છે કે ઘણી બીમારીની જેમ કોરોનાની કોઈ ચોક્કસ રસી ક્યારેય ન મળે. એવી સ્થિતિમાં આપણે વૈકલ્પિક ઉપચાર શોધવો પડશે.
જેન હાલ્ટનની આ ચેતવણી એટલા માટે પણ મહત્વની છે જેથી કોરોના વિરુદ્ધ તમામ દેશ ફક્ત રસી પર આશા રાખે નહી પરંતુ કોરોના વિરુદ્ધ લડવા માટે પ્લાન બી પર પણ કામ કરે. નોંધનીય છે કે અનેક દેશોમાં કોરોનાની રસી કે દવાને લઇને ટ્રાયલ ચાલી રહ્યા છે.
મીડિયા સાથેની વાતચીતમાં જેન હાલ્ટને કહ્યું કે, સ્વાસ્થ્ય અધિકારીઓ પ્લાન બી પર ઝડપથી કામ કરવાની જરૂર છે કારણ કે બની શકે છે કે અમે કોરોનાની રસી કે દવા શોધી ના શકીએ. દુનિયાના અનેક હેલ્થ એક્સપર્ટને આશા છે કે 2021 સુધીમાં કોરોનાની રસી તૈયાર કરવામાં દુનિયાને સફળતા મળશે. જોકે, હોલ્ટનના મતે આટલા ઓછા સમયમાં રસી મળવી અવિશ્વસનીય છે. કોરોના વાયરસ જેવા અન્ય એકેય વાયસરનો ઈલાજ આપણને મળ્યો નથી. અગાઉના બધા કોરોના વાયરસ કરતા કોવિડ-૧૯ વાયરસ વધારે શક્તિશાળી અને ઘાતક હોવાથી તેની દવા શોધવી વધુ મુશ્કેલ અને સમય માંગી લે તેવી છે.