Shinzo Abe Death: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની નારા શહેરમાં જાહેર સભા દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ જીવલેણ હુમલો પશ્ચિમ જાપાનના નારા શહેરમાં શિન્ઝો આબે પર થયો હતો, જે બાદ પૂર્વ પીએમ લોહી વહેવાને કારણે સ્ટેજ પરથી પડી ગયા હતા. જ્યારે હુમલો થયો ત્યારે શિન્ઝો આબે એક નાની જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા.


ગોળી વાગ્યા બાદ શિન્ઝો આબે નીચે પડી ગયા હતા. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.


કહેવાય છે કે, શિન્ઝો આબે પર આ હુમલો સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે થયો હતો. હુમલા બાદ પોલીસે એક શકમંદને પણ કસ્ટડીમાં લીધો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે હુમલાખોરે શિન્ઝો આબે પર બે ગોળી ચલાવી હતી, ત્યારપછી તે ભાગ્યો નહોતો પરંતુ ત્યાં જ ઊભો રહ્યો હતો. હુમલાખોરની ઉંમર 40 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.




હુમલાખોરે બે ગોળી ચલાવી હતી


શિંજો આબે પર થયેલા આ જીવલેણ હુમલા બાદ કહેવામાં આવ્યું છે કે હુમલાખોર પૂર્વ પીએમ આબેની ખૂબ નજીક આવી ગયો હતો. જ્યારે તે સ્ટેજ પર હતો ત્યારે હુમલાખોર તેની બરાબર પાછળ ઉભો હતો. શિન્ઝો આબેએ પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે હુમલાખોરે તેમના પર બે ગોળી ચલાવી. બીજી ગોળી પછી આબે નીચે પડી ગયા. જે બાદ ત્યાં હાજર લોકોએ તેને CPR આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. આબે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.


હુમલાખોર વિશે જણાવવામાં આવ્યું છે કે ફાયરિંગ કર્યા બાદ તેણે ભાગવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. શિન્ઝો આબેનું શૂટિંગ કર્યા પછી તે ત્યાં જ ઊભો રહ્યો. જે બાદ લોકોએ તેને પોલીસને હવાલે કર્યો હતો. હુમલાખોરની ઉંમર 40 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. જો કે તેણે આવું શા માટે કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.