Shinzo Abe: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું નિધન, ફાયરિંગમાં ગંભીર રીતે થયા હતા ઇજાગ્રસ્ત

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને ગોળી વાગી છે

gujarati.abplive.com Last Updated: 08 Jul 2022 02:26 PM
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું નિધન

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની નારા શહેરમાં જાહેર સભા દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ જીવલેણ હુમલો પશ્ચિમ જાપાનના નારા શહેરમાં શિન્ઝો આબે પર થયો હતો, જે બાદ પૂર્વ પીએમ લોહી વહેવાને કારણે સ્ટેજ પરથી પડી ગયા હતા. જ્યારે હુમલો થયો ત્યારે શિન્ઝો આબે એક નાની જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા.





જાપાનના પીએમએ પૂર્વ વડાપ્રધાનના હુમલા પર શોક વ્યક્ત કર્યો

જાપાનના પૂર્વ વડાપ્રધાન પર હુમલા બાદ જાપાનના પીએમ ફુમિયા કિશિદાએ સંબોધન દરમિયાન કહ્યું કે, શિન્ઝો આબેની હાલત અત્યારે નાજુક છે. ડોકટરો આબેને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પીએમએ કહ્યું કે આવા હુમલાને સહન કરવામાં આવશે નહીં.

મિત્ર શિન્ઝો પર થયેલા હુમલાથી ખૂબ જ દુઃખી છું: પીએમ નરેન્દ્ર મોદી

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા હુમલાની દુનિયાભરમાં આકરી ટીકા થઈ રહી છે. આ હુમલા પર દુઃખ વ્યક્ત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે મિત્ર શિન્ઝો પર થયેલા હુમલાથી હું ખૂબ જ દુખી છું. હું તેમની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.





રાહુલ ગાંધીએ કહ્યું- શિન્ઝો આબે પર હુમલાના સમાચારથી હું ચોંકી ગયો છું

જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ગોળી મારી દેવામાં આવી હતી. તેમના પર થયેલા હુમલાની આખી દુનિયામાં આકરી ટીકા થઈ રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ શિન્ઝો આબે પર હુમલા બાદ કહ્યું હતું કે તેઓ આ ઘટનાથી આઘાતમાં છે.





બ્રેકગ્રાઉન્ડ

Shinzo Abe Shoot: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને ગોળી વાગી છે. ગોળી શિન્ઝો આબેની છાતીમાં વાગી છે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, આબેની સ્થિતિ નાજુક છે કારણ કે તેમને ઘણું લોહી વહી ગયું હતું. જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. આ હુમલા બાદ તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો, જે બાદ તેમની હાલત નાજુક છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.