Sri Lanka Crisis: શ્રીલંકામાં આર્થિક કટોકટી વચ્ચે હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. આ પ્રદર્શનમાં આજે સોમવારે શ્રીલંકાના શાસક પક્ષના સાંસદ અમરકિર્થી અથુકોરાલા (Amarakeerthi Athukorala) નું નિધન થયું છે. રાજધાની કોલંબો બહાર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં લોકો હવે નેતાઓને પણ નિશાન બનાવી રહ્યા છે.


મળતા મીડિયા અહેવાલ અનુસાર રાજધાનીની બહાર સરકાર વિરોધી પ્રદર્શનમાં પ્રદર્શનકર્તાઓ સાથેની અથડામણ બાદ સોમવારે શ્રીલંકાના શાસક પક્ષના સાંસદનું મૃત્યુ થયું હતું, પોલીસે જણાવ્યા અનુસાર, આ વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસામાં ડઝનેક લોકો ઘાયલ થયા હતા. 


એમપી અમરકિર્થી અથુકોરાલા વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ વચ્ચે ઘેરાઈ ગયા હતા. ત્યાર બાદ અમરકિર્થી અથુકોરાલા ગોળીબાર પણ કર્યો હતો. નિટ્ટમ્બુવામાં અમરકિર્થીની કારને રોકવાનો પ્રયત્ન કરતા બે લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘર્ષણ બાદ સાંસદ અમરકિર્થી અથુકોરાલાએ નજીકની ઇમારતમાં આશરો લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પછી તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.


Mahinda Rajapaksa Resigns: વિરોધ પ્રદર્શનો વચ્ચે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપ્યું


Sri Lanka Crisis: શ્રીલંકામાં આર્થિક સંકટ અને વિરોધ વચ્ચે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા પહેલાં, તેમણે ટ્વીટ કર્યું હતું કે, "શ્રીલંકામાં લાગણીઓની ભરતી વધી રહી છે, હું સામાન્ય લોકોને સંયમ રાખવાની અપીલ કરું છું અને યાદ રાખવાની અપિલ કરું છું કે હિંસા કરવાથી માત્ર હિંસા ફેલાશે. આર્થિક કટોકટીમાં, આપણે આર્થિક સમાધાનની જરૂર છે, જેનો ઉકેલ લાવવા માટે આ વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે.


રાજપક્ષેનું નિવેદન દેશમાં હિંસાની ઘટનાઓ વચ્ચે આવ્યું છે. આ હિંસાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે. મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ તેમના સત્તાવાર નિવાસસ્થાન પાસે એકઠા થયેલા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો હતો ત્યાર બાદ પોલીસે રાજધાનીમાં કર્ફ્યુ લાગુ કરવું પડ્યું હતું.


મહિન્દાના નાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેની આગેવાની હેઠળની સરકાર પર દેશની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરવા માટે વચગાળાના વહીવટી તંત્રની રચના કરવાનું દબાણ છે. મહિન્દા રાજપક્ષે (76) તેમના પોતાની શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) પક્ષના નેતાઓ દ્વારા રાજીનામું આપવા દબાણ કરવામાં આવ્યું હતું. તેઓ આ દબાણ સામે સમર્થન એકત્ર કરી રહ્યો હતા.