નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી હવે ધીમે ધીમે દુનિયાના કેટલાક સુરક્ષિત દેશોમાં પણ પગપેસારો કરવા લાગ્યો છે. ચીન બાદ, ઇટાલી, સ્પેન અને અમેરિકામાં તબાહી મચાવ્યા બાદ હવે કોરોના વાયરસ સિંગાપુરમાં ઘૂસ્યો છે.

કોરોના વાયરસનો દુનિયામાં ખતરો જોતા હવે સિંગાપુર સરકારે આજથી આખો દેશ એક મહિના માટે લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. વળી, આ મામલે જાપાન પણ દેશમાં ઇમર્જન્સી લાગુ કરવાની તૈયારીમાં છે.

કોરોનાના વધતા પ્રકોપ અને ખતરાને જોતા સિંગાપુરના વડાપ્રધાન લી હસેન લૂંગે દેશમાં એક મહિના માટેનુ લૉકડાઉન જાહેર કર્યુ છે. તેમને કહ્યું કે, આજથી સિંગાપુરમાં મોટાભાગના માર્કેટ પ્લેસ બંધ રહેશે. આના એક દિવસ બાદ દેશની બધી સ્કૂલોમાં હૉમ બેઝ્ડ એજ્યૂકેશન શરૂ થશે. સિંગાપુરની સરકાર કોરોના વાયરસના સર્કલને તોડવા ઇચ્છે છે.



સિંગાપુરમાં આગામી એક મહિના માટે ઇકૉનોમિક સેક્ટર અને જરૂરી સુવિધાઓ જેવી કે ગ્રૉસરી શૉપ, સુપરમાર્કેટ્સ, બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ, ક્લિનિક અને હૉસ્પીટલોને છોડીને બધુ બંધ રહેશે. આ ઉપરાંત બીજી બધી ઓફિસો બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં તબાહી મચાવારા કોરોના વાયરસે સિંગાપુરમાં અત્યાર સુધી 1309 લોકોને પોતાની ઝપેટમાં લઇ લીધા છે, જેમાંથી 6 લોકોના મોત પણ થઇ ચૂક્યા છે.