નવી દિલ્હીઃ અમેરિકામાં વધતા કોરોનાના કેસોને લઇએ હવે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે. ટ્રમ્પે ભારતને હાઇડ્રૉક્સીક્લૉરોક્વીન દવાની સપ્લાય કરવા માટે અપીલ કરી છે. જો ભારત આ દવાની સપ્લાય નહીં કરે તો અમેરિકા બદલાની કાર્યવાહી કરી શકે છે.
દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાથી 1,285,261 લોકો સંક્રમિત થયા છે, અને 70,000થી વધુ લોકોના મોત થયા છે. કૉવિડ-19થી સૌથી વધુ 15,877 મોત ઇટાલીમાં થયા છે. જોકે હવે મોતનો રેશિયો અમેરિકામાં વધી રહ્યો છે. આને લઇને ટ્રમ્પે ભારત પાસે હાઇડ્રૉક્સીક્લૉરોક્વીન માંગણી કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાલે કોરોના સામે લડવા માટે ભારત પાસે મદદ માંગી હતી, પણ આજ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે. ટ્રમ્પે ભારત પાસે મેલેરિયાને ખત્મ કરવા વાળી દવા હાઇડ્રૉક્સીક્લૉરોક્વીન માંગી હતી. હવે ટ્રમ્પે કહ્યું છે કે જો ભારત હાઇડ્રૉક્સીક્લૉરોક્વીનની નિકાસ પરનો પ્રતિબંધ નહીં હટાવે તો અમે બદલાની કાર્યવાહી કરીશું.
અમેરિકામાં કોરોના વાયરસથી હાલ 10થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે, અમેરિકામાં 3 લાખ 52 હજાર લોકો કોરોના સંક્રમિત છે. આ બધાની વચ્ચે ન્યૂયોર્કમાં 29 એપ્રિલ સુધી શટડાઉન વધારી દેવાયુ છે.
ટ્રમ્પની ભારતને ધમકી, બોલ્યા- કોરોના માટે હાઇડ્રૉક્સીક્લૉરોક્વીન દવા ના મોકલી તો કાર્યવાહી કરીશું.......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Apr 2020 09:19 AM (IST)
મોતનો રેશિયો અમેરિકામાં વધી રહ્યો છે. આને લઇને ટ્રમ્પે ભારત પાસે હાઇડ્રૉક્સીક્લૉરોક્વીન માંગણી કરી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -