Blue Moon : પૃથ્વીની બહારની દરેક વસ્તુ હંમેશા મનુષ્ય માટે ખૂબ જ રસપ્રદ રહી છે. હકીકતે આ દુનિયામાં એવા ગણ્યા ગાંઠ્યા લોકો જ છે જેમને અવકાશ, તારાઓ અને ચંદ્ર વિશે વૈજ્ઞાનિક જ્ઞાન હોય. મોટાભાગના લોકો માટે તે જાદુ જેવું જ છે. ખાસ કરીને જ્યારે ઉપરના આકાશમાં કંઈક અનોખું થાય છે, ત્યારે પૃથ્વી પર રહેતા કરોડો લોકો માટે તે એક અદ્ભુત અનુભવ બની રહે છે છે. હવે ઓગસ્ટ મહિનામાં પણ કંઈક આવું જ થવાનું છે. 


આ મહિનામાં આકાશમાં માત્ર સુપર મૂન જ નહીં, પરંતુ તેની સાથે બ્લૂ મૂન પણ જોવા મળશે. આ ખગોળીય ઘટના ઘણા વર્ષો બાદ જોવા મળે છે.


ક્યાં જોવા મળશે આ ઘટના?


જો કે આ દ્રશ્ય અમેરિકામાં જોવા મળશે, પરંતુ ઇન્ટરનેટની આ દુનિયામાં તમે તમારા ફોન પર પણ જોઈ શકો છો. ખરેખર, અમેરિકાના લોકો 1 ઓગસ્ટે સાંજે 6:33 વાગ્યે આકાશમાં સુપર મૂન જોઈ શકશે. આ સાથે 30 ઓગસ્ટે તમે આકાશમાં બ્લુ મૂન જોઈ શકશો. આ બંને દૃશ્યો અદ્ભુત હશે. અમે આમ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, આવી ખગોળીય ઘટનાઓ રોજ રોજ નથી બનતી. પરંતુ આ પ્રકારની ખગોળીય ઘટનાઓ બનવામાં વર્ષોના વર્ષો લાગી જાય છે.


બ્લુ મૂન ક્યારે દેખાય છે?


નિષ્ણાતોના મતે, બ્લુ મૂન દર ત્રણ વર્ષમાં એકવાર દેખાય છે. આ વખતે દેખાયા બાદ હવે તે 2026માં દેખાશે. તેમને જોવાની વાત કરતી વખતે તમે તેને તમારી પોતાની આંખોથી સરળતાથી જોઈ શકશો. જો કે, જો તમારી પાસે ટેલિસ્કોપની સુવિધા છે, તો આ દૃશ્ય તમારા માટે વધુ અદભૂત હશે.


શું વાદળી ચંદ્રનો અર્થ ચંદ્ર વાદળી થઈ જાય છે?


જો તમે લાંબા સમયથી વિચારી રહ્યા છો કે, બ્લુ મૂન એટલે કે વાદળી ચંદ્ર આકાશમાં દેખાશે તો તમે ખોટા છો. વાસ્તવમાં, તેને વાદળી રંગ સાથે કોઈ લેવાદેવા નથી. તેને આ રીતે વિચારો કે જ્યારે કેલેન્ડરના એક મહિનામાં બે પૂર્ણિમા આવે છે, ત્યારે તેને બ્લુ મૂન કહેવામાં આવે છે. દિવસોના સંદર્ભમાં જ્યારે પૂર્ણ ચંદ્ર 31 દિવસમાં બે વાર આવે છે ત્યારે આવું થાય છે. જેમ આ વખતે થઈ રહ્યું છે.


https://t.me/abpasmitaofficial