મેડ્રિડઃ સ્પેન કોરોના વાયરસથી વધુ પ્રભાવિત દેશ છે, સ્પેનમાં અત્યાર સુધી હજારો લોકોના મોત થઇ ચૂક્યા છે, જેમાં નાગિરકોની સાથે સાથે સ્વાસ્થ્યકર્મીઓ પણ સામેલ છે. જ્યારે એક મહિલા હેલ્થ ઓફિસર કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના નામ વાંચી રહી હતી, ત્યારે પોતાના સાથીઓના નામ આવતા જ રડી પડી હતી.
સ્પેનની રિઝનલ સ્વાસ્થ્ય અધિકારી વેરોનિકા ફસાદો કોરોનાના કારણે મૃત્યુ પામેલા સ્વાસ્થ્યકર્મીઓના નામ જાહેર કરી રહી હતી. આ દરમિયાન સાથીઓના નામ લિસ્ટમાં આવતા તે થોડાક સમય માટે ભાવુક થઇને રડી પડી હતી. જોકે, બાદમાં હિંમત રાખીને નામ વાંચવાનુ શરૂ કર્યુ હતુ.
રડતા રડતા વેરોનિકા ફસાદોએ નામ વાંચવાનુ શરૂ કર્યુ- તેને કહ્યું, હું કેટલાક લોકોનો ઉલ્લેખ કર્યા વિના આગળ નથી વધી શકતી. ઇસાબેલ મુનોજ ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્રમાં ડૉક્ટર. ફ્યૂએન્ટ ડે સેન. એન્ટોનિયો ગુટરેજ, એરાસ ડી રેનુવા, ગ્રામીણ સ્વાસ્થ્ય કૉઓર્ડિનેટર લુઇસ ફર્નાન્ડિસ, ગ્રામીણ સ્વાસ્થ્ય પરિવારના ડૉક્ટર લિનેરેસ ડી રિયોફ્રીયો, મેરિસોલ સેક્રિસ્ટન, સેગોવિયાની જનરલ હૉસ્પીટલમાં ચોકીદાર. આ નામોને વાંચતા તે ભાવુક થઇને રડી પડી હતી, અને છેલ્લે તેને એટલુ કહ્યું કે મને માફ કરી દેજો.
સ્પેનમાં કોરોનાને અટકાવવા માટે સરકારે કોરોનાનુ ટેસ્ટિંગ વધાર્યુ છે, લગભગ 12 લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.
સ્પેનમાં 2 લાખ 29 હજાર 422 લોકો સંક્રમિત છે, અને 23 હજાર 511 લોકોના મોત થયા છે.
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના નામ જાહેર કરી રહી હતી હેલ્થ ઓફિસર, પોતાના સાથીઓના નામ આવતા રડી પડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Apr 2020 09:46 AM (IST)
સ્પેનમાં કોરોનાને અટકાવવા માટે સરકારે કોરોનાનુ ટેસ્ટિંગ વધાર્યુ છે, લગભગ 12 લાખ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -