WHOના ડીજીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ દેશોમાં ટેસ્ટિંગ કેપેસિટી ખૂબ જ ઓછી છે જેના કારણે મૃતકો અને બીમાર લોકોનો સાચો આંકડો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. WHOએ ઈબોલા વાયરસ દરમિયાન વેક્સીન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આવું જ અમે કોવિડ-19ના કેસમાં કરવાના છીએ. તેમણે કહ્યું કે, આ પહેલા પણ અમે લોકો અને અમારા સહયોગી અનેક પ્રકારના વાયરસ માટે વેક્સીન બનાવી ચૂક્યા છે.
ડીજીએ કહ્યું કે, અમને આશાછે કે ટૂંકમાં જ કોવિડ-19 માટે પણ વેક્સીન તૈયાર કરવામાં આવશે. કોવિડ-19ના કારણે ઘણાં લોકોના જીવ ગયા છે અને WHOને તેના માટે દુખ છે, ખાસ કરીને બાળકોને જે પણ નુકસાન થયું તેના માટે.
સતત વધી રહ્યા છે મોતના આંકડા
તમને જણાવીએ કે, કોરોનાના દર્દીની સંખ્યા 30 લાખને પાર કરી ગઈ છે. જ્યારે મરનારા લોકોની સંખ્યા 2 લાખને પાર કરી ગઈ છે. ભારતમાં ત્રણ મે સુધી લોકડાઉન છે. ત્યાર બાદ પણ મોતનો આંકડો વધી રહ્યો છે.
ભારતમાં પણ દર્દીની સંખ્યા 28 હજારને પાર કરી ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 886એ પહોંચી છે. કહેવાય છે કે, લોકડાઉન કરવામાં આવ્યું ન હોત તો આંકડો ઘણો વધી શક્યો હોત.