16 વર્ષનો સ્પર્શ શાહ ગુજરાતના સુરતનો રહેવાસી છે. તે જન્મથી જ ઓસ્ટિયોજેન્સિસ ઈપરફેક્ટા નામની બીમારી પીડિત છે. આ બીમારીમાં હાડકા થોડી ઈજા થાય તો પણ તુટી જાય છે. સ્પર્શ શાહના છેલ્લા કેટલાંક વર્ષમાં 130થી વધારે હાડકાં તુટી ગયા છે. ડોક્ટરોના મતે જ્યારે સ્પર્શ પોતાની માતાના પેટમાં હતો ત્યારે તેના 35 હાડકાં તુટી ગયા હતા. બીમારીના કારણે સ્પર્શ ચાલી પણ શકતો નથી.
16 વર્ષના સ્પર્શના શરીરમાં હાલ પણ 100થી વધારે હાડકાં તુટેલા છે. સ્પર્શ આગામી એમિનેમ બનવા માંગે છે અને એક અબજ લોકો સામે પ્રદર્શન કરવા માંગે છે.
માર્ચ 2018માં રિલીઝ થયેલી ‘બ્રિસ્ટલ બોન રેપર’ નામની એક ડોક્યુમેન્ટ્રીમાં સ્પર્શના જીવન સાથે જોડાયેલી કહાની બતાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ્રીમાં ઓસ્ટિયોજેન્સિસ ઈપરફેક્ટા નામની બીમારી સામે લડવા વિશે જણાવ્યું હતું.
સ્પર્શ શાહે કહ્યું હતું કે, હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે ઘણો ઉત્સાહિત હતો. મારાં માટે આ ઘણી મોટી વાત છે કે, હું આટલા બધાં લોકો સામે રાષ્ટ્રગીત ગાયું. હું પ્રધાનમંત્રી મોદી અને ત્યાં હાજર રહેલા 50 હજાર લોકો સામે રાષ્ટ્રગીતને લઈને ઉત્સાહિત થયો હતો. મેં પ્રધાનમંત્રી મોદીને મેડિસન સ્કાયર ગાર્ડન પર જોયા હતા. ત્યારથી હું તેમને મળવા માંગતો હતો.